GSTV
Home » News » ઠાકોર સમાજ લડી લેવાની તૈયારીમાં : અલ્પેશ સામે મગનજી ઠાકોરને ઉભા કરી ફાળો એકત્ર કર્યો

ઠાકોર સમાજ લડી લેવાની તૈયારીમાં : અલ્પેશ સામે મગનજી ઠાકોરને ઉભા કરી ફાળો એકત્ર કર્યો

Alpesh Thakor left congress

રાધનપુર વિધાનસભાની ખાલી પડેલી બેઠક પર પેટાચૂંટણી યોજાવવાની છે. ત્યારે રાધનપુર રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ઠાકોર સમાજે ભાજપના નેતા અલ્પેશ ઠાકોર માટે મુશ્કેલી સર્જી દીધી છે. રાધનપુરમાં અલ્પેશ ઠાકોરનો વિરોધ જોવા મળી રહ્યો છે, ઠાકોર સમાજના લોકો જ અલ્પેશ ઠાકોરના વિરોધમાં સાંતલપુર તાલુકાના કોરડા ગામે એકઠાં થયા હતા અને ઠાકોર સમાજના મોભી તેમજ ભાજપના પાયાના કાર્યકર મગનજી ઠાકોરને અપક્ષ ઉમેદવાર જાહેર કર્યા હતા. આટલું જ નહીં લોકોએ ફાળો ઉઘરાવી મગનજી ઠાકોરને જીતાડવાનો નિર્ધાર કર્યો છે.

રાધનપુર વિધાનસભામાં ઠાકોર સમાજની સૌથી મોટી વોટબેંક છે અને આ વોટબેંકના સપોર્ટથી જ ઘણાં ઉમેદવારો ધારાસભ્યો બન્યાં છે. ત્યારે ઠાકોર સમાજે મગનજી ઠાકોરને અપક્ષ ઉમેદવાર જાહેર કરતાં અલ્પેશ ઠાકોરની સાથે ભાજપની પણ મુશ્કેલી વધી શકે છે. મહત્વની વાત છે કે મગનજી ઠાકોર ભાજપના એક જૂના કાર્યકર છે પરંતુ સ્થાનિક ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં ન આવતા તેઓએ સમાજ સાથે રહી અપક્ષ ઉમેદવારી કરી છે, જે ભાજપ માટે પણ મુશ્કેલી સર્જી શકે છે.

READ ALSO

Related posts

એવું તો શું છે ખાસ આ મહેંદીમાં કે ભાવ છે અધધધ… 20 હજાર રૂપિયા

Arohi

ભારતના ખેલાડીઓએ ક-મને પણ આ ટુર્નામેન્ટ રમવા જવું પડશે પાકિસ્તાન, ખેલાડીઓ નથી જવા રાજી

Arohi

ભયાનક અજગરે જ્યારે જકડી લીધી ગરદન તો ભારે મહેનત બાદ આવી રીતે બચ્યો જીવ, જુઓ VIDEO

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!