GSTV
Home » News » કૉંગ્રેસમાં ઠાકોર સેનાનો લોકસભા ચહેરો નક્કી નથી થતો, આ બે નેતાઓ વચ્ચે છે જોરદાર ટક્કર

કૉંગ્રેસમાં ઠાકોર સેનાનો લોકસભા ચહેરો નક્કી નથી થતો, આ બે નેતાઓ વચ્ચે છે જોરદાર ટક્કર

ટિકિટ મુદ્દે જે રીતે આખા ભારતમાં ચર્ચા ચાલી રહી છે તે જ રીતે ઠાકોર સેનામાં પણ બબાલ છે કે કોને આપવી અને કોને નહીં. કોઈએ બાંયો ચડાવી છે તો કોઈમાં એકબીજા પ્રત્યે રોષ છે. કોંગ્રેસમાં ઠાકોર સમાજમાં કોને ટિકિટ આપવી અને કોને નહીં તે બાબતે ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે પાટણમાં જગદીશ ઠાકોરને ટિકિટ આપવાના મુદ્દે બાંયો ચડાવી હોવાનું સૂત્રોનું કહેવું છે. જેના પગલે જગદીશ ઠાકોર અને ધારાસભ્ય બળદેવજી ઠાકોરે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને મળ્યા હતા.

Alpesh Thakor bjp

આ પછી ચાવડાએ અલ્પેશ અને જગદીશ ઠાકોરને એકમત થઇને ઠાકોર સમાજમાં કોને ટિકિટ આપવી તે બાબતે સહમતી કરવાની વાત કરી હતી. તો વળી આ મુદ્દે જગદીશ ઠાકોર અને અલ્પેશ ઠાકોરનો સંપર્ક કરતા બંનેએ કહ્યું હતું કે, અમારી વચ્ચે કોઇ વિવાદ નથી.

તો વળી આ બેઠકોમાં બંન્ને પાર્ટી વટે ચડી છે

એક બાજુ ભાજપે ગુજરાતમાં 16 બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે. ત્યારે કોંગ્રેસ ઉમેદવારોને લઈ મૂંઝવણમાં છે. પાંચ બેઠકો ઉપરના દાવેદરોની ખેંચતાણના કારણે કોંગ્રેસની મુશ્કેલી વધી છે. કોંગ્રેસની મુશ્કેલી એટલી હદે વધી કે નામોની પેનલ તૈયાર હોવા છતાં જાહેરાત કરી શકતી નથી.

પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સુરેન્દ્રનગર અને અમરેલી બેઠક પર મુંઝવણમાં મુકાયું છે. અને હવે એવુ જાણવા મળ્યું છે કે ભાજપના અન્ય ઉમેદવારોના નામ જાહેર થયા બાદ જ આ બેઠક પર કોગ્રેસ નામ જાહેર કરશે. કોંગ્રેસ આ પાંચ બેઠકના ઉમેદવારો નામ છેલ્લી ઘડીએ જાહેર કરશે. મહત્વનું છે કે કોંગ્રેસે ગુજરાતમાં હજુ સુધી ચાર સેફ બેઠકો પરના જ નામ જાહેર કર્યા છે.

READ ALSO

Related posts

સાધુ સંતોએ શહિદોના પરિવારજનો માટે કર્યું 22 લાખ રૂપિયાનું દાન

Path Shah

વિશ્વ મેલેરીયા દિવસ: અમદાવાદ કોર્પોરેશને કરી મહત્વની જાહેરાત

Riyaz Parmar

ગૃહિણીઓનું બજેટ ખોરવાયું,શાકભાજીનાં ભાવ આસમાને પહોંચ્યા

Riyaz Parmar