GSTV
Home » News » અલ્પેશ ઠાકોર ન રહ્યા ઘરના કે ન રહ્યા ઘાટના, કૉંગ્રેસ અને ઠાકોર સેના બંન્ને વિરોધમાં

અલ્પેશ ઠાકોર ન રહ્યા ઘરના કે ન રહ્યા ઘાટના, કૉંગ્રેસ અને ઠાકોર સેના બંન્ને વિરોધમાં

ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યા બાદ પાટણમાં તેની સામે વિરોધનો સૂર જોવા મળ્યો છે. ચાણસ્મા ખાતે ઠાકોર એકતા સમિતિએ અલ્પેશ ઠાકોરનો વિરોધ કર્યો છે. અલ્પેશ સમાજને હાથો બનાવી સમાજમાં ભાગલા પડાવતો હોવાનો આક્ષેપ ઠાકોર એકતા સમિતિએ લગાવ્યો છે.

ઠાકોર સેનાના સભ્યપદ,વ્યસન મુક્તિ અને રોજગારના નામે ઉઘરાવેલી 100-100 રૂપિયાની ફીનો હિસાબ પણ આપ્યો ન હોવાનો આક્ષેપ લાગ્યો છે. રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામા આપ્યા બાદ કોંગ્રેસ માટે મુશ્કેલ સ્થિતિ ઉભી થશે તેવું લાગતું હતું પરંતુ ચાણસ્મા તાલુકાની ઠાકોર સેનાના કાર્યકરોમા અલ્પેશ ઠાકોર સામેના રોષ બાદ અલ્પેશ ઠાકોર સામે મુશકેલી સર્જાઇ હોય તેવુ લાગી રહ્યુ છે. ઠાકોર સેનાએ રોષ સાથે જણાવ્યુ કે ચૈત્રી પૂનમના દિવસે બહુચરાજી ખાતે અલ્પેશ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

READ ALSO

Related posts

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હાર્દિક પટેલની કરી ધરપકડ

Nilesh Jethva

ગુજરાત ભાજપના 70 નેતાઓ દિલ્હી જશે, રાષ્ટ્રીય અધ્યક્ષની વરણી પ્રક્રિયામાં ભાગ લેશે

Nilesh Jethva

મકાનનું ફ્લોરીંગ અચાનક બેસી જતા પરિવારમાં ગભરાહટનો માહોલ, ફાયર વિભાગની ગાડી ઘટના સ્થળે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!