GSTV

પાટણમાં અલ્પેશ ઠાકોરના વિરોધનો સૂર ઉઠ્યો, સમાજમાં ભાગલા પાડવાનો આરોપ

ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ પાટણમાં તેની સામે વિરોધનો સૂર જોવા મળ્યો છે. ચાણસ્મા ખાતે ઠાકોર એકતા સમિતિએ અલ્પેશ ઠાકોરનો વિરોધ કર્યો છે. અલ્પેશ સમાજને હાથો બનાવી સમાજમાં ભાગલા પડાવતો હોવાનો આક્ષેપ ઠાકોર એકતા સમિતિએ લગાવ્યો છે. ઠાકોર સેનાના સભ્યપદ, વ્યસન મુક્તિ અને રોજગારના નામે ઉઘરાવેલી 100-100 રૂપિયાની ફીનો હિસાબ પણ આપ્યો ન હોવાનો આક્ષેપ લાગ્યો છે.

રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામા આપ્યા બાદ કોંગ્રેસ માટે મુશ્કેલ સ્થિતિ ઉભી થશે તેવું લાગતું હતું પરંતુ ચાણસ્મા તાલુકાની ઠાકોર સેનાના કાર્યકરોમા અલ્પેશ ઠાકોર સામેના રોષ બાદ અલ્પેશ ઠાકોર સામે મુશકેલી સર્જાઇ હોય તેવુ લાગી રહ્યુ છે.

ઠાકોર સેનાએ રોષ સાથે જણાવ્યું કે ચૈત્રી પૂનમના દિવસે બહુચરાજી ખાતે અલ્પેશ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

Read Also

Related posts

જાસૂસના હથિયાર તરીકે વપરાતી ઈન્સ્ટાગ્રામ અને ટ્વીટર એપમાં રહેલી આ ખામીઓ હવે થશે દૂર

Dilip Patel

આ ટાઈપના છોકરાઓ પાછળ મોહી જાય છે છોકરીયું, નથી કરી શકતી જાત પર કંટ્રોલ

Pravin Makwana

ગર્લ્સ અહીં ધ્યાન આપો/ હાઈ હિલ્સ પહેરવાના ચક્કરમાં આપને પણ થઈ શકે છે આ પાંચ બિમારી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!