GSTV
Home » News » ધવલસિંહ ઝાલા પણ અલ્પેશને રસ્તે ચાલતા ભરાયા, ઠાકોર સેનાએ જ મોરચો માંડ્યો

ધવલસિંહ ઝાલા પણ અલ્પેશને રસ્તે ચાલતા ભરાયા, ઠાકોર સેનાએ જ મોરચો માંડ્યો

રાજકીય સોદાબાજી કરીને કેસરિયો ખેસ પહેરનારાં પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની મુશ્કેલી વધી છે કેમ કે, બાયડના  ઠાકોરોએ જ વિરોધનો બુંગિયો ફૂક્યો છે. બાયડ ઠાકોર સેના પ્રમુખે ભાજપ પ્રદેશ પ્રમુખ વાઘાણીને પત્ર લખીને એવી રજૂઆત કરી છેકે, ધવલસિંહ ઝાલા ધારાસભ્ય બન્યા બાદ મતદારોને સરળતાથી મળતાં નથી કેમ કે, તેઓ અમદાવાદ જ રહે છે. આ ઉપરાંત તેઓ હવે ઠાકોર સેના સાથે નથી. લોકસભાની ચૂંટણીમાં ઠાકોર સેનાએ ભાજપને મદદ કરી હતી. 

આ કારણોસર ધવલસિંહ ઝાલાને નહીં બલ્કે ઠાકોરસેનાએ જેને ટેકો જાહેર કર્યો છે જેના સ્થાનિકને ટિકિટ આપવી જોઇએ. જો ધવલસિંહ ઝાલાને ટિકિટ આપવામાં આવશે તો ઠાકોરોની નારાજગી ભોગવવાનો વારો આવશે. એક  તરફ, અલ્પેશ ઠાકોર ટિકિટ માટે ફાંફા મારી રહ્યાં છે. એટલુ જ નહીં, સ્થાનિકો ય પક્ષપલટાને કારણે નારાજ છે ત્યારે હવે ધવલસિંહની ય મુશ્કેલીમાં વધારો થયો છે કેમ કે, ઠાકોર સેનાએ મોરચો માંડી દીધો છે. જોકે, અરવલ્લી જિલ્લા ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમખ સંજયસિંહ ઠાકોરે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના ખોટા લેટર પેડનો ઉપયોગ કર્યો હોવાનો ખુલાસો કર્યો છે.

ધવલસિંહે પણ બાયડમાં પ્રચાર શરૂ કરી દીધો

ધવલસિંહે પણ અલ્પેશ ઠાકોરની જેમ બારોબાર જ બાયડના ઉમેદવાર જાહેર કરીને અંદરખાને પ્રચાર શરૂ કરી દીધો હોવાની ચર્ચા છે. એટલે સ્થાનિક ભાજપના નેતા-કાર્યકરો નારાજ થયાં છે. અલ્પેશ ઠાકોર હાલમાં રાધનપુરમાં પોતાનો પ્રચાર કરી રહ્યો છે. હજુ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડે કોઈ પણ ઉમેદવારની જાહેરાત કરી નથી.

Related posts

વડોદરાની મકરપુરા જીઆઇડીસીમા બ્લાસ્ટ થતા આગ લાગી, છથી વધુ લોકો દાઝ્યા

Nilesh Jethva

ગાડી લઇને સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના છો તો આ નિયમ પાળજો નહીં તો પોલીસ કરશે ફરિયાદ

Mayur

ગુજરાત પેટાચૂંટણી : 2017 કરતા સરેરાશ ઓછુ થયું મતદાન, ચૂંટણી કમિશનરે કરી પ્રેસ કોન્ફરન્સ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!