એશિયન દેશ થાઈલેન્ડ તેની રાજાશાહી પરંપરા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. એક સમયે થાઈલેન્ડના રાજા ભૂમિબોલ દુનિયામાં લાંબા સમય સુધી રાજ કરનારા શાસક તરીકે નામના ધરાવતા હતા. થાઇલેન્ડના તત્કાલિનના રાજા વજીરાલોંગકોર્ને પોતાની નાની પુત્રી રાજકુમારી સિરીવન્નાવરી નારીરત્નને આર્મીના મેજર જનરલ પદે નિયુકત કર્યા છે. રાજકુમારી સિરીવન્નાવરી ફેશનેબલ, ગ્લેમરસ અને ફેશન ડિઝાઇનર છે.

ફ્રાંસના પેરિસ ખાતે ફેશન ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઇનિંગ ખાતે અભ્યાસ કર્યો છે. તેણે ફેશન ડિઝાઇનર તરીકે વ્યવસાયિક કામગીરી પણ કરી છે. ફેશન ડિઝાઇનિંગમાં ખૂબ રસ હોવાથી જ કરિયર તરીકે પસંદ કર્યુ હતું.

રાજકુમારી થાઇલેન્ડની સૌથી ગ્લેમરસ મહિલા તરીકે જાણીતી છે. તે ફેશન ડિઝાઇનર પહેલા બેડમિન્ટન પ્લેયર પણ રહી છે. વર્ષ ૨૦૦૫માં તેની ટીમે સાઉથ ઇસ્ટ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. સિરીવન્નાવરીને ઘોડેસવારીનો પણ ખૂબ શોખ છે.

ગત સપ્તાહ રાજકુમારીની નિયુકિત અંગેની જાણકારી શાહી ગેજેટ દ્વારા આપવામાં આવી હતી. ૩૬ વર્ષની રાજકુમારીના મિલિટરી પ્રમોશનને માન્યતા પણ મળી ગઇ છે. પ્રાપ્ત માહિતી અનુસાર ૧ એપ્રિલથી રાજકુમારી પોતાનો પદ ભાર સંભાળી લેશે. રાજકુમારીની મોટી બહેન ડિસેમ્બર ૨૦૨૨માં હ્વદયની બીમારીના પગલે કોમામાં છે.

રાજા વજીરાલોંગકોર્ને ૩ લગ્ન કર્યા છે અને સાત બાળકો છે. રાજકુમારીને સિરીવન્નાવરીને થાઇલેન્ડ રાજાશાહીનો તાજ મળી શકે છે એમ ઘણા માને છે. જો કે હાલમાં રાજકુમારીને મેજર જનરલનો હોદો અપાતા ઘણાને નવાઇ લાગી છે. ફેશન ક્ષેત્ર સાથે સંકળાયેલી રાજકુમારીના આર્મી અનુભવ અંગે સવાલ કરી રહયા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- પાકિસ્તાન પર ચીનનું લગભગ 1.5 બિલિયન ડૉલરનું દેવું, ચીન આપી ખુલ્લી ધમકી
- માગશર અમાસે કરો આ કામ, માતા લક્ષ્મી વરસાવશે કૃપા
- મૂળાંક 5ની ખાસિયતો જાણીને તમને આશ્ચર્ય થશે, 5, 14 કે 23 તારીખે જન્મેલા લોકો હોય છે ખૂબ જ બુદ્ધિશાળી
- અમદાવાદમાં NCDCની રાષ્ટ્રીય કક્ષાની મિટિંગ યોજાઈ, દલિત ખ્રિસ્તીઓને SC સ્ટેટસ અપાવવા લડે છે લડત
- ભારત – સાઉથ આફ્રિકાની પ્રથમ ટી-20 મેચ વરસાદમાં ધોવાઈ