GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

સમુદ્રનાં કિનારે ગરીબ માછીમારને મળેલી વસ્તુથી બદલાઈ ગઈ કિસ્મત, રાતો-રાત બની ગયો કરોડપતિ

ઉલ્ટી, જેને જોઈને જ શું, સાંભળીને પણ મોઢું ખરાબ થઈ જાય છે, પરંતુ શું તમે એ વાત જાણો  છોકે, ઉલ્ટી કોઈ હીરા કરતાં કમ નથી. આ ઉલ્ટી તમને રાતોરાત કરોડપતિ પણ બનાવી શકે છે. એવું જ કંઈક થાઈલેન્ડનાં એક માછીમાર સાથે થયુ છે. વાસ્તવમાં માછીમારને સમુદ્રના કિનારે ફરતી વખતે એક ખાસ જીવની ઉલ્ટી મળી હતી. આ ખાસ જીવ અન્ય કોઈ નહી પરંતુ વ્હેલ છે.

આ ઉલ્ટીને લઈને ચોંકાવનારી વાત એ છેકે, આંતરરાષ્ટ્રીય બજારમાં તેની 3.20 લાખ અમેરિકન ડોલર એટલેકે 2.27 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. માછીમાર તેને વેચવાની તૈયારી કરી રહ્યો છે. આ માછીમારનું નામ જુમરસ થાઈકોટ છે. તે દક્ષિણી થાઈલેન્ડના કોહ સામુઈના સમુદ્રી તટ પર પાછલાં બે દિવસથી ફરી રહ્યો હતો.  આ દરમ્યાન તેને સમુદ્રનાં કિનારે અજીબ વસ્તુનો એક મોટો ટુકડો દેખાયો હતો. જેને તે પોતાના ઘરે લઈ ગયો હતો.

તે સમયે તેણે સંભાવના વ્યક્ત કરી કે આ વ્હેલની ઉલ્ટીતો નથી. જુમરસે પોતાની શંકાને દૂર કરવા માટે પાડોશીઓને બોલાવ્યા હતા. અને આ વસ્તુની તપાસ કરવા માટે કહ્યુ હતુ. લોકોએ તેને ઉલ્ટી ગણાવી ન હતી. આ જાણીને જુમરસ નિરાશ થઈ ગયો હતો. ત્યારબાદ તેણે સ્થાનિક અધિકારીઓની મદદ લેવાનો નિર્ણય કર્યો હતો.

થોડા દિવસો બાદ તેના ઘરે સરકારી અધિકારીઓની એક ટીમ પહોચી અને તેમણે આ અજીબ વસ્તુની તપાસ કરી અને કહ્યુ આ વ્હેલની ઉલ્ટી છે. પછી શું જુમરસની ખુશીઓનું ઠેકાણું ન રહ્યુ, હવે તમને થતું હશે કે આખરે આ વ્હેલની ઉલ્ટી આટલી મોંઘી કેમ છે? વાસ્તવમાં વ્હેલની ઉલ્ટીમાં એમ્બરીન નામનો એક પદાર્થ નીકળે છે. જેમાં સુગંધ હોતી નથી પરંતુ તેને પર્ફ્યૂમમાં મિક્સ કરવાથી તેની સુગંધ લાંબા સમય સુધી ટકે છે.

અધિકારીઓ હવે માછીમારને સમજાવી રહ્યા છેકે, આખરે તે વ્હેલની ઉલ્ટીને ક્યા અને કેવી રીતે ઉંચી કિંમતે વેચી શકે છે. અધિકારીઓએ આ ઉલ્ટીની કિંમત આંતરરાષ્ટ્રીય માર્કેટમાં 3.20 લાખ અમેરિકન ડોલર એટલેકે, 2.27 કરોડ રૂપિયા આંકી છે.

READ ALSO

Related posts

ટોસિલીજુમેબ ઇન્જેકશન કાળાબજાર : એક આરોપીની ધરપકડ, સાર્થક ફાર્માના માલિક થયા અંડરગ્રાઉન્ડ

Nilesh Jethva

ગલવાનમાં ચીનને કારણે મોદી થયા આ 2 અધિકારીથી ખફા, રાજનાથને કહ્યું લેખિતમાં ખુલાસો માગો

Harshad Patel

ગરમ પાણી પીવાથી ચેહરા પર આવે છે નિખાર, જાણો બીજા અનેક ફાયદા..

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!