આ બિઝનેસમેનને દીકરી માટે જોઈએ છે સુયોગ્ય જમાઈ, દહેજમાં મળશે અધધ… રૂપિયાનું સામ્રાજ્ય

હાલના સમયમાં લગ્ન પણ એક સ્પર્ધા બની ગઇ છે. દરેક વ્યક્તિ પોતાના લગ્નમાં કંઈક અલગ કરવા માંગે છે. એક સમયમાં સ્વયંવરની પ્રથા પ્રચલિત હતી. રામચરિત માનસમાં માતા સીતાના સ્વયંવરનુ વર્ણન પણ છે. સ્વયંવર પ્રાચીન કાળથી પ્રચલિત એક હિન્દૂ પરંપરા છે, જેમાં કન્યા જાતે પોતાના વરની પસંદગી કરે છે અને તેની સાથે તેનો વિવાહ થતો હતો. હાલમાં આવો જ એક મામલો ચર્ચામાં છે. આ મામલો એકદમ સ્વયંવર જેવો તો નથી પરંતુ થોડો અલગ છે.

થાઈલેન્ડના એક 58 વર્ષીય કરોડપતિ બિઝનેસમેને પોતાની દીકરીના લગ્ન અનોખા અંદાજમાં કરવા માટે વિચાર્યુ છે. અનોંત રોથાંગ નામના આ બિઝનેસમેને દીકરી કનિસ્તા રોથાંગના લગ્ન માટે એક ઑનલાઈન એડ આપી છે. એક સારા જમાઈની શોધમાં આ બિઝનેસમેને અમૂક શરતો પણ મૂકી છે. પહેલી શરતને જોઈએ તો તેની માંગ છે કે યુવક મહેનતુ હોવો જોઈએ.

અનોંત રોથાંગ કહે છે કે તેમની દીકરીના લગ્ન એવા યુવક સાથે ના થાય કે જે ધૂમ્રપાન કરતો હોય. અનોંત રોથાંગની માંગ છે કે યુવક જુગાર રમતો ના હોવો જોઈએ અને સાથે જ તેને સેવિંગ કરતા સારી રીતે આવડવુ જોઈએ. ઉલ્લેખનીય છે કે આ શરતોને પૂર્ણ કરનારને 3,13,500 ડૉલર (2,19,88,990 રૂપિયા)ની સાથે તેને વેપાર સંભાળવાની તક મળશે. પોતાની દીકરી માટે યોગ્ય યુવકની તપાસ કરી રહેલા આ બિઝનેસમેનની શરત એવી પણ છે કે યુવકની ઉંમર 26 થી 40ની વચ્ચે હોય. ચીની યુવકોને પ્રાથમિકતા આપનારા રોથાંગનુ કહેવુ છે કે તેઓ પોતાની 26 વર્ષીય કનિસ્તાના ભવિષ્ય માટે આ કરી રહ્યાં છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter