વડોદરા સહીત અન્ય મહાનગરોમાંથી કાર ભાડે મેળવીને બરોબર ગીરવે મુકીને કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું છે..આ મામલે વડોદરા તેમજ સુરતના બે ભેજાબાજો સામે પાણીગેટ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્રમાં ગીરવે મુકેલી 13 જેટલી કારને કબજે લીધી હતી.બંને આરોપીઓએ 100 કાર મેળવીને બારોબર સગેવગે કરી દીધી હોવાનું બહાર આવ્યું છે. છેતરપિંડી કરનાર વડોદરાના સોમાતળાવ વિસ્તારમાં રહેતા મનીષ હરસોરા અને સુરતના કામરેજમાં રહેતા દીપક રૈયાણી સામે ગુનો નોંધાયો હતો. આરોપીઓ કેટલાક વર્ષોથી મધ્યવર્ગીય પરિવારને નિશાન બનાવતા હતા..આરોપીઓ કારનું ઉચું ભાડું ચુકવવાની લાલચ આપીને કાર મેળવી લે છે. ત્યારબાદ એક-બે મહિના સુધી કારનું ભાડું ચુકવે છે.

બાદ છુમંતર થી જાય છે ત્યાર બાદ કાર ભાડે આપનારને કાર પણ પરત મળતી નથી અને ભાડું પણ ચૂકવતા નથી
આ ભેજાબાજો દ્વારા ભોળા નાગરીકોને છેતરવા માટે અવનવી તરકીબો શોધી કાઢવામાં આવી છે જેમાં છે ભૂતકાળમાં આવી અનેક ફરિયાદો નોંધાઈ છે તાજેતરમાં આવા ભેજાબાજોના ભોગ બનેલા એક ફરિયાદીએ પાણીગેટ પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ આપી હતી, જેમાં. જે ગુન્હાની તપાસ ક્રાઈમ બ્રાન્ચે કરતા ભાડે લીધેલા વાહનો મહારાષ્ટ્ર ના વિવિધ જીલ્લાઓમાં આપ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

વડોદરા સહીત અન્ય જીલ્લાઓમાં પણ અનેક નાગરિકોએ ઊંચા ભાડાની લાલચ આપી વાહનો મેળવી લીધા હોવાનું સામે આવ્યું હતું વાહન લેતા સમયે એક બે મહિના ભાડું ચૂકવી દીધા બાદ ભાડું નહિ આપીને વાહનો ગીરવે મૂકી મસમોટી રકમ મેળવી લઈને બંને ભેજાબાજો ફરાર થઇ ગયા હોવાનું ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું હતું મહારાષ્ટ્ર તેમજ ગુજરાતમાં કેટલીક જગ્યાઓ પર બંને ભેજાબાજો દ્વારા ગીરવે મુકવામાં આવેલા 13 જેટલી ફોર વહીલર કાર ક્રાઈમ બ્રાન્ચે રીકવર કરી છે જયારે અત્યાર સુધી 100 વધુ નાગરિકો પાસેથી કાર ભાડે મેળવી ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે જયારે ક્રાઈમ બ્રાંચ દ્વારા બંને ઠગ ભેજાબાજોની શોધખોળ હાથ ધરી.
READ ALSO
- વડોદરા / નાણાની ઉઘરાણી મુદ્દે બે શખ્સોએ બીએમડબલ્યુ કારને નુકસાન પહોંચાડી કારચાલક પર કર્યો હુમલો
- VIDEO/ આરામ ફરમાવી રહ્યો હતો “પાણીનો દૈત્ય”, ચિત્તાએ કર્યો વાર; પળભરમાં કામ કર્યું તમામ
- લોકસભા ચૂંટણીમાં ભાજપને બીજી પાર્ટીઓ જીતાડશે આ 6 રાજ્યમાં 60 સીટ, જાણો કેવી રીતે
- અમદાવાદ / નર્સિંગની વિદ્યાર્થીનીની કરી છેડતી, ભાજપના નરોડા વોર્ડના મંત્રી મયુરસિંહને પોલીસે દબોચ્યો
- સાસુ-સસરાએ પોતાના પુત્રના મૃત્યુ પછી વહુનું કર્યું કન્યાદાન, મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં બાબુલ ફિલ્મની સ્ટોરી વાસ્તવિકતામાં બદલાઈ