સુરતના શહેરના ફોસ્ટા અધ્યક્ષ દ્વારા રામ નવમીના દિવસે તમામ માર્કેટ ચાલું રાખવાના નિર્ણય સામે હિંદુ સંગઠનોના કાર્યકર્તાઓએ મોરચો માંડ્યો હતો. સંગઠને માર્કેટ બંધ રાખવા મામલે માંગ કરી હતી, છતાં માર્કેટ ચાલું રાખવાના નિર્ણય સામે ભારે વિરોધ કર્યો હતો. વિવાદ એટલો બધો વકર્યો કે હિંદુ સંગઠનોના કાર્યકરોએ ફોસ્ટા અધ્યક્ષ પર શાહી ફેંકી મોઢું કાળું કર્યું હતું.
હિંદુ સંગઠનો હાજરીમાં જ ફોસ્ટા અધ્યક્ષ દ્વારા પત્ર જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં તમામ માર્કેટ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ આ પત્ર હિંદુ સંગઠનો એ લખાવી લીધો હોવાનું ફોસ્ટા અધ્યક્ષે જણાવ્યું હતું. એક રીતે માર્કેટ બંધ રાખવા અધ્યક્ષ પર ખોટી રીતે દબાણ લાવી પત્ર લખાવી લેવામાં આવ્યો હોવાનો સંકેત અધ્યક્ષ દ્વારા આપવામાં આવ્યો હતો. જેના કારણે માર્કેટ ચાલુ રાખવી કે બંધ રાખવી તે અંગે વેપારીઓ અસમંજસની સ્થિતિમાં મુકાયા હતા.
હિંદુ સંગઠનો રોષે ભરાયા હતા
રામનવમીનો પર્વ હિન્દુ સંસ્કૃતિમાં ધાર્મિક આસ્થાનું ઘણું મહત્વ ધરાવે છે, જેને લઈ રામ નવમીના દિવસે સૌ કોઈ લોકો ઉજવણીમાં સહભાગી બને તે માટે હિંદુ સંગઠનો દ્વારા પણ અપીલ કરવામાં આવી હતી. આ વચ્ચે ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિયેશન દ્વારા માર્કેટ ચાલુ રાખવા અંગેના નિર્ણય સામે હિંદુ સંગઠનોએ માર્કેટ બંધ રાખવાની રજૂઆત કરી હતી. પરંતુ તેમ છતાં અધ્યક્ષ તરફથી આ મામલે કોઈ સકારાત્મક વલણ નહીં દાખવતા હિંદુ સંગઠનો રોષે ભરાયા હતા.
ઓફિસમાં જ ભારે હંગામાના દ્રશ્યો જોવા મળ્યા
સુરતના રીંગ રોડ ખાતે આવેલી જે જે માર્કેટ ખાતે મોટી સંખ્યામાં ધરણા પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ પણ ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન તરફથી કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો ન હતો. જેથી રોષે ભરાયેલા હિન્દુ સંગઠનોએ ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસીએશનના અધ્યક્ષ મનોજ અગ્રવાલને રૂબરૂ મળવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. મનોજ અગ્રવાલ એ પણ હિંદુ સંગઠનોને મળવા માટે બોલાવતા ભારે હોબાળો મચી ગયો હતો. જે જે માર્કેટમાં આવેલી ઓફિસમાં જ ભારે હંગામાના દ્રશ્યો જોવા મળ્યા હતા.
હિંદુ સંગઠનોના આગેવાન અને ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિયેશનના અધ્યક્ષ સહિતના સભ્યો વચ્ચે વાતાઘાટ ચાલી રહી હતી. ત્યારે અચાનક એક કાર્યકર દ્વારા ખુરશી પર બેઠેલા ફેડરેશન ઓફ ગુજરાત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિયેશનના અધ્યક્ષ મનોજ અગ્રવાલ પર કાળી શાહી ફેંકી મોઢું કાળું કરી દેવામાં આવ્યુંં હતુ..જેને લઈ માહોલ ખૂબ જ ગરમાઈ ગયો હતો. ભારે હોબાળા બાદ અધ્યક્ષ દ્વારા હિન્દુ સંગઠનોની આગેવાનીી ઉપસ્થિતિમાં પોતાની સહી વાળો પત્ર જાહેર કરી રામ નવમીના દિવસે માર્કેટ ચાલુ રાખવાની જાહેરાત કરી હતી. પત્ર મળ્યા બાદ ફોસ્ટાના પત્ર બાદ હિંદુ સંગઠનોના આગેવાનો અને કાર્યકરોનો રોષ થાળે પડ્યો હતો અને તમામ લોકો ત્યાંથી રવાના થઈ ગયા હતા. પરંતુ બાદમાં ફોસટા અધ્યક્ષ મનોજ અગ્રવાલે ફરી પોતાનું નિવેદન ફેરવી ટોળ્યું હતું. મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, હિંદુ સંગઠનોના આગેવાનોએ મારી સહીવાળો પત્ર લખાવી લીધો છે. મેં કોઈ માર્કેટ બંધ અથવા ચાલુ રાખવા અંગેનો પત્ર કે જાહેરાત હાલ કરી નથી.
માર્કેટ બંધ રાખવાની જે માંગ હતી તે માટે સમયનો અભાવ હતો. સુરતના રીંગ રોડ વિસ્તારમાં આવેલી ટેક્સટાઇલ માર્કેટમાં બહારગામની મંડીઓમાંથી પણ વેપારીઓ વેપાર કરવા માટે આવતા હોય છે. એકાએક માર્કેટ બંધ રાખવી અન્ય વેપારીઓને હાલાકી ભોગવી પડે તેમ હતું. બીજી તરફ હિન્દુ સંગઠનના કાર્યકર દ્વારા ફેંકવામાં આવેેેલ શાહી મુદ્દે પોલીસ ફરિયાદ કરવાનું પણ ટાળ્યું હતું… એક રીતે મનોજ અગ્રવાલે સંકેત આપ્યાા હતા કે રામનવમી ના દિવસે માર્કેેેટ બંધ રાખવા હિન્દુ સંગઠન દ્વારા તેમના પર દબાણ લાવી તેમની પાસે પત્ર લખાવી લેવામાં આવ્યો હતો.
READ ALSO
- ‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન
- તારીખ 29-05-2023, જાણો સોમવારનું રાશિફળ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો
- બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે
- સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો