પાઠ્યપુસ્તક મંડળના ગંભીર છબરડા, પુસ્તકમાંથી 7 જિલ્લાઓ જ ગાયબ કરી દેવાયા

પાઠ્યપુસ્તક મંડળની ગંભીર ભૂલ સામે આવી છે. ધોરણ 6 ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં નવ રચિત જિલ્લાઓના નકશા ગાયબ થઈ જતા વાલીઓમાં રોષ છે. જીએસટીવીએ વાલીઓના રોષને વાચા આપતા સરકાર જાગી છે. રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પાઠ્ય પુસ્તક મંડળના અધિકારીઓ પાસે ખુલાસો માગ્યો છે.

નોંધનીય છે કે ધોરણ 6 ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં રાજ્યના 33 જિલ્લાઓમાંથી પુસ્તકમાં 26 જિલ્લાઓ જ દર્શાવાયા છે. બોટાદ, અરવલ્લી, છોટા ઉદેપુર, તાપી, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા જિલ્લા પુસ્તકમાંથી ગાયબ છે. સામાજિક વિદ્યાનના પુસ્તકના પેજ નંબર 5,8,13,15 આવેલા વિવિધ વિષય ગુજરાતના નક્શામાં 33 માંથી 26 જીલ્લા છાપ્યા નથી.

Read Also 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter