બાળકીઓને કારમાં પૂરી માતાએ આખી રાત કરી પાર્ટી, બેનાં મોત થઈ ગયાં

બાળકો માટે આપણે હંમેશાં કેઇ પણ કરી છૂટવા તૈયાર હોઈએ છીએ. બાળકનો રડવાનો અવાજ સંભળાય તો આપણો જીવ ઊંચો નીંચો થઈ દજાય કે શું થયું પણ તાજેતરમાં જ અમેરિકાના ટેક્સાસમાં એવી ઘટના ઘટી છે કે, જે વાંચીને તમને ગુસ્સો અાવી જશે. એક માતા પાર્ટી કરવા માટે પોતાની બે નાની બાળકીઓને કારમાં પૂરી કરીને જતી રહી. પાર્ટીમાં ટલ્લી થઈ ગયા બાદ રાતે ઘરે આવીને સૂઈ ગઈ. સવારમાં ઉઠ્યા બાદ તેને બે બાળકીઓ યાદ આવી ત્યાં સુધી ફૂલ જેવી બંને બાળકીઓના મોત થઈ ગયા હતા. અામ આ પ્રકારની બેદરકારી દાખવવા બદલ કોર્ટે પણ 40 વર્ષની સજા ફટકારી છે.

ફૂલોના કારણે બાળકીઓના મોત થયા

 કોર્ટમાં અમાંડા હૉકિન્સે જણાવ્યું કે, ૭ જૂન ૨૦૧૭ના રોજ તે પોતે કાર ડ્રાઈવ કરી રહી હતી. મહિલાએ પોતાના સ્વબચાવમાં કહ્યું કે, બંન્ને બાળકીઓની મોત ગાડીમાં પડેલા ફૂલોની સુગંધને કારણે થયા છે. ફૂલોની સુગંધ તિવ્ર હશે જેથી બાળકીઓને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હશે અને તેઓના મોત નિપજ્યા હશે. પરંતુ પોલીસે કહ્યું કે બાળકીઓની મોતનું કારણ ફૂલો નહતા.  પોલીસે કહ્યું કે, હકીકત તો એ છે કે મહિલા પોતાની બંને બાળકીઓને કારની અંદર બંધ કરીને રાત્રે પાર્ટી કરવા માટે ચાલી ગઈ હતી.

કારનું તાપમાન ૯૦ ડિગ્રીથી પણ ઉપર પહોંચી ગયું

પોલીસના જણાવ્યા અનુસાર, બંને બાળકીઓ લગભગ ૧૫-૧૮ કલાક સુધી ગાડીમાં બંધ રહી હતી. કારનું તાપમાન ૯૦ ડિગ્રીથી પણ ઉપર પહોંચી ગયું હતું જેના કારણે બંને બાળકીઓના મોત નિપજ્યા છે.  તે જ સાંજે કોઈએ કારમાંથી બાળકીઓના રડવાનો અવાજ સાંભળ્યો અને તેની માતાને જાણ કરી.

બાળકીઓની માતા પાર્ટી પત્યા બાદ સૂઈ ગઈ હતી અને જ્યારે તે સૂઈને ઉઠી ત્યારે તેને તેની બંને બાળકીઓ યાદ આવી અને તે તેમને લેવા માટે ગાડી પાસે ગઈ. મહિલાએ જ્યારે ગાડી ખોલી ત્યારે અંદર બંને બાળકીઓ મૃત હાલતમાં પડી હતી. પોલીસના માનવા મુજબ, મહિલાને પાર્ટીમાં બાળકીઓ હેરાન ન કરે તેથી તે બાળકીઓને કારમાં બંધ કરીને ગઈ હતી. 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter