GSTV

Texasમાં ભયંકર માર્ગ અકસ્માત : હાઈવે પર એકબીજા સાથે અથડાઈ 130 ગાડીઓ, 6ના મોત

અમેરિકાના Texasમાં ભયંકર માર્ગ અકસ્માત થયો હતો, જ્યાં બર્ફીલા રસ્તા પર લપસણા રસ્તાને કારણે લગભગ 130 વાહનો ટકરાયા હતા. આ અકસ્માતમાં 6 લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે ડઝનેક લોકો ઘાયલ થયાં હતાં. યુ.એસ.ના કેટલાક ભાગોમાં બર્ફીલા તોફાનને કારણે આખો રસ્તો બરફની ચાદરથી ઢંકાઈ ગયો હતો અને માનવામાં આવે છે કે આ અકસ્માત તેના કારણે થયો છે.

એક-બીજા પર ચડી ગઈ ગાડિઓ

ટેકસાસના ફોર્ટ વર્થમાં થયેલી આ દુર્ઘટના એટલા ભયંકર હતી કે, ગાડિઓ એકબીજા પર ચડી ગઈ, તે કેટલાક ગાડિઓ ટ્રક નીચે દબાઈ ગઈ.

2 કિલોમીટર સુઘીનું ક્ષેત્ર પ્રભાવિત

અધિકારીઓએ જણાવ્યુ કે, ટેકસાસના ફોર્ટ વર્થમાં થયેલા એકસીડન્ટ બાદ 2 કિલોમીટરથી વધુનું ક્ષેત્ર પ્રભાવિત થયુ છે.

પુરી રાત ઠંડીમાં ફસાયા લોકો

ભયાનક અકસ્માત બાદ ડઝનબંધ લોકો બર્ફીલા તોફાનની વચ્ચે રાતભર ફસાયેલા રહ્યા. બચાવકર્તાઓએ સવારે ટ્રાફિક સામાન્ય બનાવ્યો હતો.

ખૂબ પ્રયાસ બાદ લોકોને બહાર કઢાયા

કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે બચાવકર્તાઓએ ઘણી જહેમત ઉઠાવી હતી. ફોર્ટ વર્થ ફાયર ચીફ જીમ ડેવિસે કહ્યું, “ઘણા લોકો એવા હતા કે જેઓ તેમના વાહનોમાં અટવાઈ ગયા હતા અને તેમને બહાર કાઢવા હાઇડ્રોલિક બચાવ ઉપકરણોનો ઉપયોગ કરવો પડ્યો હતો.”

ટેકસાસમાં ઘણા સ્થળો પર થઈ છે આવી ઘટનાઓ

અધિકારીઓના જણાવ્યા અનુસાર ટેક્સાસમાં અનેક જગ્યાએ આવી ઘટનાઓ બની છે, જે તોફાનને કારણે સર્જા‍ઇ છે.

ટ્રકના અનિયંત્રણ હોવાથી થયો આ બનાવ

અધિકારીઓએ જણાવ્યું હતું કે આ દુર્ઘટના પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ આ ઘટના એક ટ્રકના ડાઉનહિલ સ્ટ્રેચ પર કાબૂ ગુમાવી દેતાં આ ઘટના બની હોવાનું મનાય છે. ટ્રક પરનો કાબુ ગુમાવવાને કારણે કારો એકબીજા સાથે અથડાઈ.

READ ALSO

Related posts

ખાસ વાંચો / હવે જનમતાની સાથે જ બની જશે નવજાતનું આધાર કાર્ડ, જાણો સમગ્ર પ્રક્રિયા…

Mansi Patel

BIG NEWS : પશ્વિમ બંગાળ સહિત દેશના 5 રાજ્યોની ચૂંટણીની તારીખો થઈ જાહેર, આટલા તબક્કામાં યોજાશે મતદાન

Pravin Makwana

અમદાવાદમાં આત્મહત્યાનો સિલસિલો યથાવત, બી.જે મેડિકલ કોલેજની યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!