GSTV

સ્પષ્ટતા / TET 1 અને 2ના પાસ ઉમેદવારો સામે માત્ર આટલાં જ લોકોની કરાઇ નિમણૂંક, સરકારનો લેખિતમાં જવાબ

Last Updated on September 28, 2021 by Dhruv Brahmbhatt

રાજ્યમાં TET-1ના કુલ 6 હજાર 341 પાસ ઉમેદવારો સામે ફક્ત 52 ઉમેદવારોને જ નિમણૂંક આપવામાં આવી છે. કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના સવાલમાં સરકારે લેખિત જવાબ રજૂ કર્યો. જે મુજબ TET-2 ના કુલ 50 હજાર 755 પાસ ઉમેદવારો સામે ફક્ત 3 હજાર 335 ઉમેદવારોને જ નિમણૂંક આપવામાં આવી છે. TET-1 ની પરીક્ષા 2018માં લેવામાં આવી હતી જ્યારે TET-2 ની પરીક્ષા ઓગસ્ટ-2017માં લેવામાં આવી હતી.

gujarat vidhan sabha

બે દિવસીય ચોમાસા સત્રમાં અનેક મુદ્દાઓ પર વિપક્ષે આવરી લીધાં

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભામાં બે દિવસીય ચોમાસું સત્ર ચાલી રહ્યું છે. જેમાં નવા નેતાઓનું કંઇ ઉપજતું નથી તો બીજી બાજુ સીનિયર નેતાઓ પણ બિલકુલ ચૂપ થઇ ગયા છે. મહત્વનું છે કે, બે દિવસીય ચોમાસાના આ સત્રનો આજે બીજો અને અંતિમ દિવસ છે. જેમાં વિવિધ પ્રકારની પ્રશ્નોત્તરી કરવામાં આવી. જેમાં કોરોના વેક્સિનેશન, રેમડેસિવિર, કોરોના વેક્સિનેશન તેમજ કોરોના કાળમાં થયેલા અનાથ બાળકો તેમજ કોવિડ હોસ્પિટલમાં બનેલી આગની ઘટના મુદ્દે તપાસ પંચનો રિપોર્ટ પણ રજૂ કરાયો.

જાણો કયા-કયા મુદ્દાઓ પર વિપક્ષ દ્વારા પ્રશ્નોત્તરી કરવામાં આવી ?

અનાથ થયેલ બાળકોની સંખ્યા સામે આવી

રાજ્યમાં કોરોનાકાળ દરમ્યાન અનાથ થયેલ બાળકોની સંખ્યા સામે આવી છે. કોરોનાના કારણે માતા અને પિતા બંને ગુમાવનાર બાળકોની સંખ્યા કુલ 211 છે જ્યારે માતા અથવા પિતા બંનેમાંથી એક વાલી ગુમાવનારા બાળકોની સંખ્યા 10 હજાર 827 છે. વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના સવાલ પર રાજ્ય સરકારે ગૃહમાં અનાથ બાળકોની સંખ્યાને લઇને જવાબ રજૂ કર્યો.

કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા ખરેખર 10,082 છે

ત્યારે તમને જાણીને નવાઇ લાગશે કે, રાજ્ય સરકાર દ્વારા કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા ખરેખર 10,082 જાહેર કરવામાં આવી છે જ્યારે ગૃહમાં સરકારે આપેલા જવાબ અનુસાર, રાજ્યમાં કોરોનાના કારણે 3,864 દર્દીઓના મૃત્યુ થયાં હોવાનું રાજ્ય સરકારે જાહેર કર્યું.

તદુપરાંત નામદાર સુપ્રિમ કોર્ટમાં ભારત સરકાર દ્વારા પણ કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓના વારસદારોને સહાય ચૂકવવા બાબતે પણ જવાબ રજૂ કર્યો છે. તેમ છતાં રાજ્ય સરકાર કોરોનાના કારણે મૃત્યુ પામેલા દર્દીઓના વારસદારોને કોઇ પણ જાતની સહાય ચૂકવાતી નથી તેવો જવાબ આપવામાં આવ્યો છે.

અત્રે નોંધનીય છે કે, ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના બીજા દિવસે કોરોનાથી મોતને ભેટેલાના આંકડા મુદ્દે કોંગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો. કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાં ભારે હોબાળો મચાવી સરકાર સાચા આંકડા છૂપાવતી હોવાનો આક્ષેપ કર્યો. કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો હાથમાં બેનર લઇને સુત્રોચ્ચાર કરતા કરતા વેલ સુધી ધસી આવ્યાં. વેલમાં બેસી કોંગ્રેસના સભ્યોએ રામધૂન બોલાવી તેમજ ભાજપને ભાગેડુ પાર્ટી ગણાવી વળતર આપો, વળતર આપોના નારા લગાવ્યાં. જેના કારણે પ્રશ્નોતરીકાળ સુધી ગૃહને મુલતવી રાખવાની ફરજ પડી હતી.

READ ALSO :

Related posts

પોલીસ પરિવાર સાથે ગૃહ રાજ્યમંત્રીએ કરી બેઠક, ગ્રેડ-પે મુદ્દે કમિટીની રચના કરાશે: હર્ષ સંઘવી

Pritesh Mehta

ગ્રેડ-પે મુદ્દે પોલીસ કર્મચારીઓનું મહા આંદોલન, રાજ્યભરમાં ઠેર-ઠેર કરાયું વિરોધ પ્રદર્શન

Pritesh Mehta

અહીં વસે છે સાચું ભારત / ડીસાનો મુસ્લિમ પરિવાર આખું વર્ષ જુએ છે દિવાળીની રાહ, જાણો વિગતે

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!