GSTV

શ્રીલંકા ફળ્યું/ પૃથ્વી શો અને સૂર્યકુમાર યાદવને લાગી ઈંગ્લેન્ડની લોટરી, આ 3 ખેલાડીઓ થયા ઈજાગ્રસ્ત

Last Updated on July 26, 2021 by Harshad Patel

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 4 ઓગષ્ટથી શરૂ થનારી ટેસ્ટ સીરિઝ પહેલા ભારતીય ટીમની સ્ક્વોડમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. 3 ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા બાદ કેટલાક નવા ખેલાડીઓને જોડવામાં આવ્યા છે. શ્રીલંકામાં ટી-20 સીરિઝ રમી રહેલા પૃથ્વી શૉ અને સૂર્યકુમાર યાદવને ટેસ્ટ સીરિઝ માટે ઈંગ્લેન્ડ બોલાવવામાં આવ્યા છે.

ઓપનર શુભમન ગિલ ઘાયલ હોવાના કારણે ઈંગ્લેન્ડ પ્રવાસમાંથી બહાર

બીસીસીઆઈ દ્વારા સોમવારે સત્તાવાર જાણકારીમાં જણાવવામાં આવ્યું હતું કે, ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર, ફાસ્ટ બોલર આવેશ ખાન અને ઓપનર શુભમન ગિલ ઘાયલ હોવાના કારણે ઈંગ્લેન્ડ પ્રવાસમાંથી બહાર થઈ ગયા છે.

આ 3 ખેલાડીઓ છે ઘાયલ

વોશિંગ્ટન સુંદરના જમણા હાથની આંગળીમાં ઈજા પહોંચી છે જ્યારે આવેશ ખાનને ડાબા અંગૂઠામાં વાગ્યું છે. ઉપરાંત શુભમન ગિલને ડાબા પગમાં ઈજા પહોંચી છે, તે ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ઘાયલ થયો હતો. આ ખેલાડીઓના રિપ્લેસમેન્ટ તરીકે પૃથ્વી શૉ અને સૂર્યકુમાર યાદવને ઈંગ્લેન્ડ મોકલવામાં આવી રહ્યા છે જે હાલ શ્રીલંકામાં ટી-20 સીરિઝ રમી રહ્યા છે.

ભારતને ઈંગ્લેન્ડ સામે 5 ટેસ્ટ મેચની સીરિઝ રમવાની છે

ઉલ્લેખનીય છે કે, ભારતને ઈંગ્લેન્ડ સામે 5 ટેસ્ટ મેચની સીરિઝ રમવાની છે અને પહેલી મેચ 4 ઓગષ્ટના રોજ ટ્રેંટબ્રિજ ખાતે રમાશે. તે સિવાય ઋષભ પંત કોરોનાને માત આપીને સાજો થઈ ગયો છે અને તે ટેસ્ટ સીરિઝ માટે ફિટ છે. જ્યારે બોલિંગ કોચ બી. અરૂણ, વિકેટકીપર ઋદ્ધિમાન સાહા અને એ. ઈશ્વરન પણ ટીમ સાથે જોડાઈ ગયા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

સર ટી હોસ્પિટલ ફરી વિવાદમાં / નર્સિંગ સ્ટાફના 100થી વધુ કર્મચારીઓને એકાએક કરી દેવાયા છુટા

Pritesh Mehta

કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં 2 ઠરાવો પસાર, સોનિયા ગાંધી પંજાબના નવા મુખ્યમંત્રીની કરશે પસંદગી

Vishvesh Dave

રાજીનામા બાદ કેપ્ટનનું મોટું નિવેદન : નવજોત સિંહ સિદ્ધુ પાકિસ્તાનના પીએમ ઇમરાન અને આર્મી ચીફ બાજવાના મિત્ર, તે દેશની સુરક્ષા માટે નથી ઠીક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!