GSTV
World

Cases
6580972
Active
10329641
Recoverd
679539
Death
INDIA

Cases
565103
Active
1094374
Recoverd
36511
Death

અમદાવાદમાં મેટ્રો રેલના ટ્રાયલ રનનું મોદીના હસ્તે થશે ઉદ્ઘાટન, મેટ્રોની જાહેર થઈ ગઈ તારીખ

ગુજરાતમાં મેટ્રો ટ્રેનનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. જેને પ્રથમ તબક્કામાં માર્ચ 2019 સુધીમાં દોડાવાની ગણતરી છે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રારા 17મી જાન્યુઆરી 2019ના રોજ મેટ્રો રેલના ટ્રાયલ રનનું ઉદ્ઘાટન કરવામાં આવશે.

મેટ્રો એક્સપ્રેસ લીંક ફોર ગાંધીનગર અમદાવાદ (મેગા) કંપનીના સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, પ્રથમ તબક્કા માટે ૧૭મી જાન્યુઆરી ૨૦૧૯ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રો રેલના ટ્રાયલ રનનો પ્રારંભ કરવામાં આવશે.

એપરલ ડેપોમાં દસથી વધુ ટ્રેક તૈયાર

વડાપ્રધાનના હસ્તે ટ્રાયલ રનના પ્રારંભ બાદ માર્ચ ૨૦૧૯ સુધીમાં મેટ્રો ટ્રેન મુસાફરોની સેવા માટે ખુલ્લી મુકવામાં આવશે. એપરલ ડેપોમાં દસથી વધુ ટ્રેક તૈયાર છે જ્યાં ૧૬ ટ્રેન રાખવામાં આવશે. પ્રથમ તબક્કામાં વસ્ત્રાલથી એપરલ પાર્ક છ સ્ટેશનો, વસ્ત્રાલ ગામ, નિરાંત ક્રોસ રોડ, વસ્ત્રાલ, રબારી કોલોની, અમરાઈવાડી અને એપરલ પાર્કને આવરી લેવામાં આવશે, ત્રણ ટ્રેનના કોચ દક્ષિણ કોરિયાથી રવાના થઈ ગયા છે જે લગભગ ૨૯મી ડિસેમ્બર ૨૦૧૮ સુધીમાં મુંદ્રા બંદરે પહોંચી જશે. હાલમાં જે કામગીરી ચાલી રહી છે તે શિડયૂલ પ્રમાણે થાય તો બીજી અથવા ત્રીજી જાન્યુઆરી સુધીમાં અમે મેટ્રોની ટ્રાયલ રન કરી શકીશું.

રાબેતા મુજબ કોચ મુંદ્રા પહોંચી જશે તેવી આશા

ઈન્ડોનેશિયામાં સુનામીના કારણે મેટ્રો રેલના કોચ મોડા પહોંચે તેવી શક્યતા હતી પરંતુ અત્યારની સ્થિતિ જોતાં રાબેતા મુજબ કોચ મુંદ્રા પહોંચી જશે તેવી આશા છે. મેટ્રો ટ્રેનના ત્રણ કોચ અમદાવાદ પહોંચી જાય તે પછી તેને અલગ અલગ પરીક્ષણ માટે અઢી મહિના સુધી રાખવામાં આવશે. જુદી જુદી એજન્સીઓ મેટ્રો ટ્રાયલ રનનું સંચાલન કરવાની છે.

Related posts

લખનઉમાં અચાનક ગાયબ થઇ ગયા 1000 થી વધુ Corona દર્દી, શોધખોળમાં નીકળી ગયો પોલીસનો પરસેવો

pratik shah

ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પરિવાર સાથે કરી રક્ષાબંધનની ઉજવણી, તમામને પાઠવી શુભેચ્છા

pratik shah

સૂચના અને કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ થયા ક્વોરન્ટાઈન, શનિવારે અમિત શાહ સાથે કરી હતી મુલાકાત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!