GSTV
Gujarat Government Advertisement

INDvENG : આ અંગ્રેજ ક્રિકેટરે પહેલા ટીમ ઇન્ડિયાને આપી હતી ધમકી, હવે ગણાવી દમદાર

Last Updated on July 15, 2019 by Mayur Vora

ઇંગ્લેન્ડના વિકેટકિપર બેટ્સમેન જોસ બટલરે કહ્યું કે, ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ શાનદાર છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરિઝ બુધવારથી શરૂ થઇ રહી છે. બટલરે એક લેખમાં જણાવ્યું કે, ભારત એક શાનદાર ટીમ છે, ટેસ્ટ મેચમાં તે શ્રેષ્ઠ છે. તેવામાં આ સિરિઝ ખૂબ જ મોટી હશે. કેટલીક કમાલની મેચો હશે.

તેમણે જણાવ્યુ કે, અમે સારી રીતે તૈયારી કરીશું અને અલગ-અલગ ખેલાડીઓ માટે રણનિતી બનાવીશું પરંતુ આ તે બાબત પર નિર્ભર કરે છે કે એક ટીમ તરીકે અમે કેવી રીતે રમીએ છીએ. વિશેષરૂપે ઘરેલૂ સ્થિતીમાં. જોસ બટલક વિકેટકિપર છે પરંતુ ભારત સામેની ટેસ્ટ સિરિઝમાં તે એક બેટ્સમેન તરીકે રમશે. વિકેટકિપિંગની જવાબદારી જૉની બેયરસ્ટો સંભાળશે.

ટેસ્ટ મેચોમાં બટલરનો સર્વોચ્ચ સ્કોર 85 રનનો છે જે તેણે ચાર વર્ષ પહેલા ભારત સામેની ડેબ્યૂ મેચમાં ફટકાર્યા હતા. આ સિરિઝમાં તે ટેસ્ટમાં પોતાની પહેલી સદી ફટકારવાના પૂરતા પ્રયાસ કરશે. તેમણે કહ્યું કે, મને નથી લાગતું કે સ્થિતી ઉપમહાદ્વિપ જેવી હશે પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તમને દરેક સ્થિતિમાં ઢળતા આવડવું જોઇએ. પછી તે ઘરેલૂ સિરિઝ હોય કે ઘરની બહાર. જે ટીમ સારુ પ્રદર્શન કરશે તેના માટે આ સારી સિરિઝ સાબિત થશે. ઉલ્લેખનીય છે કે જોસ બટલર હાલ શાનદાર ફોર્મમાં છે.

Gujarat Government Advertisement

Related posts

વિદ્યાર્થીઓ માટે કામના સમાચાર: ડિપ્લોમા માટે આવતીકાલથી રજીસ્ટ્રેશન, માર્કશીટ અને ધો.10ના સીટ નંબર વગર કરી શકાશે આ કામ

Pravin Makwana

ચીનના તાઈશનમાં પરમાણુ પ્લાન્ટમાંથી એટમી રેડિએશન લીકેજ થઈ રહ્યું, લાખો લોકોના જીવ અદ્ધર

Damini Patel

મોટી રાહત: આયાત-નિકાસકારોએ પેમેન્ટ માટે CAનું પ્રમાણપત્ર ઓનલાઈન નહીં આપવું પડે, 30 જૂન સુધી મળશે આ છૂટ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!