GSTV
Home » News » રહાણે હશે અફઘાનિસ્તાન સામેની ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન

રહાણે હશે અફઘાનિસ્તાન સામેની ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન

અફઘાનિસ્તાનની સામે રમાનાર ઐતિહાસિક ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી હાજર નહી હોય કારણ કે તે સમયે તે ઇંગ્લેન્ડમાં ઇંગ્લિશન ક્રિકેટ કાઉન્ટીની મજા માણી રહ્યા હશે. 14 જૂનથી રમાનાર અફઘાનિસ્તાનની સામેની ઐતિહાસિક મેચમાં ટીમની કમાન ભારતીય ટીમના બેટ્સમેન આજિંક્ય રહાણેને સોંપવામાં આવી છે. હાલ આંજિક્ય રહાણે ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના વાઇસ કેપ્ટન છે.

અગાઉ પણ રહાણેને ગત વર્ષે ઓસ્ટ્રેલિયા સામે ધર્મશાળામાં રમાયેલી મેચમાં કેપ્ટન બનાવવામાં આવ્યા હતા. આ મેચમાં ભારતીય ટીમને રહાણેની કેપ્ટન્સીમાં વિજય મળ્યો હતો. વિરાટ કોહલીના ખભામાં ઇજા હોવાથી તે મેચમાં હિસ્સો લઇ શક્યો ન હતો. રહાણેની કેપ્ટન્સીમાં મળેલી આ જીત સાથે જ ભારતીય ટીમે ગાવસ્કર બૉર્ડર ટ્રૉફી પર પણ કબજો જમાવ્યો હતો. તેવામાંમ રહાણે અફઘાનિસ્તાન સામે પણ પોતાનો વિજયી અભિયાન જારી રાખશે કે કેમ તે સમય જ બતાવશે.

ઇંગ્લેન્ડમાં ઇંગ્લિશ કાઉન્ટીમાં હિસ્સો લઇ રહેલા ઇશાંત શર્મા અને ચેતેશ્વર પુજારા પણ અફઘાનિસ્તાન સામે રમાનાર એકમાત્ર ટેસ્ટમેચમાં ભાગ લેશે. હાલ બંને ખેલાડીઓ ઇંગ્લેન્ડમાં છે. ટેસ્ટમાં હિસ્સો લેવા માટે બંને ખેલાડીઓ ભારત પરત ફરશે. અફઘાનિસ્તાન સામે ટેસ્ટ રમીને પુજારા ફરીથી ઇંગલેન્ડ પરત ફરશે જેથી તે હેંપશાયર સામે તે યૉર્કશાયર તરફથી રમી શકે. આ મેચ 20 જૂને રમાશે. ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી ક્રિકેટ કાઉન્ટી રમશે.

Related posts

રાજકોટમાં રોગચાળાના કારણે મૃત્યું પામેલા બે બાળકો પર ધારાસભ્યની ફિલોસોફી, ‘જીવન-મરણ તો ભગવાનના હાથમાં છે’

Mayur

આ બે કંપનીએ ફાડ્યો માર્વેલ સાથે છેડો, હવે સ્પાઈડર મેન જોવા મળશે કે નહીં ?

Arohi

પી. ચિદંબરમને આજે કોર્ટમાં રજૂ કરશે CBI, કરી શકે છે રિમાન્ડની માગ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!