એલન મસ્કે ગઈકાલે ટ્વિટરની ખરીદી હોલ્ડ પર મુક્યાં બાદ હવે ભારતના કારોબાર અંગે પણ પ્રશ્નાર્થ મુક્યું છે. ટેસ્લાએ ભારતમાં તેની ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવાની યોજના મુલતવી રાખી હોવાના અહેવાલ છે. સરકારી પ્રતિનિધિઓ અને ટેસ્લા વચ્ચેની મંત્રણા લગભગ એક વર્ષથી આગળ નહોતી વધી રહી.
વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ એલોન મસ્કની કંપની ટેસ્લાએ ભારતમાં તેની ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરવાની યોજના હાલ પુરતી મુલતવી રાખી છે. કંપની થોડા દિવસો પહેલા સુધી ભારતમાં તેની ઇલેક્ટ્રિક કાર માટે શોરૂમ શોધી રહી હતી. જોકે સરકાર તરફથી ઈમ્પોર્ટ ડ્યૂટી ઘટાડવાની બાંહેધરી ન મળતા કંપનીએ હવે ભારતમાં કારોબાર વિસ્તરની યોજના હાલ માટે બંધ કરી દીધી છે.

ન્યૂઝ એજન્સી રોયટર્સે કહ્યું કે લગભગ એક વર્ષથી સરકારી અધિકારીઓ અને ટેસ્લા વચ્ચેની વાતચીત આગળ ન વધતા આ નિર્ણય લીધો છે. ટેસ્લા ઇચ્છે છે કે ભારત સરકાર ચીન અને યુએસમાં બનેલી તેની કારોને ઓછી આયાત ડ્યુટી સાથે દેશમાં લોન્ચ કરવાની મંજૂરી આપે જેથી તે બજારમાં ઈલેક્ટ્રિક કારની વર્તમાન માંગને માપી શકે અને બાદમાં મોટા રોકાણ સાથે સ્વદેશી ચલણ અપનાવશે.
જોકે સરકારે પણ કડકાઈથી કહી દીધું હતુ કે ટેસ્લા ઈમ્પોર્ટ ડ્યૂટી ઘટાડતા પહેલા ભારતમાં પ્લાન્ટ સ્થાપીને તેની કારનું દેશમાં જ બનાવવાનું વચન આપે. ભારતમાં વિદેશથી આયાત કરાયેલા વાહનો પર 100% સુધીની આયાત જકાત લાદવામાં આવે છે.

એક સૂત્રએ જણાવ્યું હતું કે ટેસ્લાએ જાતે કરીને 1 ફેબ્રુઆરીની સમયમર્યાદા નક્કી કરી હતી, એ જોવા માટે કે સરકાર ચોક્કસ સ્ટેન્ડ લઈને રાહત આપે છે કે નહિ. આ દિવસે કેન્દ્ર સરકારે બજેટ રજૂ કર્યું અને ઘણા ક્ષેત્રો માટે ટેક્સમાં ફેરફારની જાહેરાત કરી પરંતુ બજેટમાં કારની આયાતમાં કોઈ કર રાહત ન આપતા ટેસ્લાએ ભારતમાં કાર વેચવાની તેની યોજના પડતી મુકવાનું મન બનાવી દીધું હતુ.
તેમ છતા એક અંતિમ પ્રયાસ તરીકે ટેસ્લા નવી દિલ્હી, મુંબઈ અને બેંગલુરુ સહિત દેશના કેટલાક મોટા શહેરોમાં તેના શોરૂમ અને સર્વિસ સેન્ટરો સ્થાપવા માટે જગ્યાઓ શોધી રહી હતી. જોકે મે મહિનાની શરૂઆતથી જ આ શોધખોળ પર બ્રેક લાગતા નક્કર સંકેત મળી ગયા છે કે ટેસ્લાએ ભારતમાં પગ મુકવાનું માંડી વાળ્યું છે.
ભારતની ટીમ અન્ય દેશો તરફ વળી :
ટેસ્લાએ ભારતમાં તેની કાર લોન્ચ કરવા માટે એક નાની ટીમ પણ હાયર કરી હતી. જો કે હવે આ ટીમને અન્ય દેશોના બજારો માટેની જવાબદારી સોંપવામાં આવી છે. કંપનીના ઈન્ડિયા પોલિસી એક્ઝિક્યુટિવ મનુજ ખુરાનાની લિંક્ડઈન પ્રોફાઈલ દર્શાવે છે કે તેઓ માર્ચ મહિનાથી સાન ફ્રાન્સિસ્કો, યુએસએમાં ‘પ્રોડક્ટ’ ટીમનો હવાલો સંભાળી રહ્યા છે.
Read Also
- લોકસેવા કરનારા પૂર્વ ધારાસભ્ય બીપીએલ કાર્ડ પર જીવન ગુજારે છે, વાંચો આ માજી ધારાસભ્યની ખુમારી વિશે
- મોટા સમાચારઃ મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે પણ પેટ્રોલ- ડીઝલ પર ઘટાડ્યો વેટ, ભાજપ શાસિત રાજ્યો ક્યારે ઘટાડશે ભાવ ?
- ગાંધીનગરના કોબા ખાતે આવેલા વિશ્વ પ્રસિદ્ધ જિનાલયમાં અલૌકિક ખગોળીય ઘટના
- કામની વાત / બચત ખાતાના કેટલા પ્રકાર છે?, જાણો તમારા માટે ક્યું ખાતુ રહેશે શ્રેષ્ઠ
- સ્માર્ટફોન અને ઈન્ટરનેટ વગર કરો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ