GSTV
Home » News » Tesla Model Y ઈલેક્ટ્રિક એસયુવી પરથી ઉઠ્યો પડદો, સિંગલ ચાર્જ પર ચાલશે 482 કિમી

Tesla Model Y ઈલેક્ટ્રિક એસયુવી પરથી ઉઠ્યો પડદો, સિંગલ ચાર્જ પર ચાલશે 482 કિમી

ઈલેક્ટ્રિક કાર નિર્માતા કંપની Teslaએ પોતાની નવી ઈલેક્ટ્રિક એસયુવી Model Yથી પડદો ઉઠી ગયો છે. ટેસ્લાના સીઈઓ એલન મસ્કે કહ્યું કે આ કોમ્પેક્ટ એસયુવી Model 3 વાળા પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે. Tesla Model Yનું લોન્ગ રેન્જ વર્જન બાજારમાં પહેલા આવશે જે એક વખત ફુલ ચાર્જ કરવા પર 300 માઈલ એટલે કે 482 કિલોમીટર દૂર જઈ શકે છે. તેની કિંમત 47 હજાર ડોલર એટલે કે 32.41 લાખ રૂપિયા છે.

ટેસ્લા મોડલ Yના સ્ટેન્ડર્ડ વર્જન 2021માં ઉપલબ્ધ હશે. જેની કિંમત 39 હજાર ડોલર એટલે કે લગભગ 26.90 લાખ રૂપિયા છે. આ વર્જન એક વખત ચાર્જ કરવા પર 230 માઈલ એટલે કે 370 કિલોમીટર દૂર જઈ શકશે. ટેસ્લાની આ નવી ઈલેક્ટ્રિક એસયુવીમાં 7-સીટરનો ઓપ્શન પણ આપવામાં આવ્યો છે. જેના માટે 3000 ડોલર એટલે કે 2 લાખ રૂપિયા આપવા પડશે.

કંપનીનો દાવો છે કે ટેસ્લા મોડલ Yને લોન્ગ રેન્જ વર્જનની ટોપ સ્પીડ 209 કિલોમીટર પ્રતિ કલાક છે. આ વર્જન માત્ર 5.5 સેકન્ડ્સમાં 0થી 96 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે. ઈલેક્ટ્રિક એસયુવીના સ્ટેન્ડર્ડ વર્જનની ટોપ સ્પીડ 164 કિલોમીટર પ્રતિ કલાકની છે અને 5.9 સેકન્ડ્સમાં આ વર્જન 0-96 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે. 2020માં આ એસયુવીના લોન્ગ રેન્જ વર્જનની ડિલિવરી શરૂ થશે. શરૂઆતમાં આ અમેરિકી બજારમાં ઉપલબ્ધ હશે.

ભારતમાં પણ આવી રહી છે ટેસ્લા

જલ્દી જ ભારતના રસ્તા પર પણ ટેસ્લાની ઈલેક્ટ્રિક કારો દોડતી જોવા મળશે. ટેસ્લાના સીઈઓ Elon Muskએ જણાવ્યું કે આ વર્ષે અથવા આવતા વર્ષ સુધી કંપની નિશ્ચિત રૂપથી ભારતમાં એન્ટ્રી કરી લેશે. ભારતમાં તેની કારો 35 લાખથી 55 લાખ રૂપિયાની વચ્ચે આવશે. તમને જણાવી દઈએ કે ટેસ્લા અમેરિકાની ઈલેક્ટ્રિક કાર નિર્માતા કંપની છે. આ હાઈ પરફોર્મેન્સ સ્પોર્ટ્સ ઈલેક્ટ્રિક કારો બનાવવા માટે જાણીતી છે. ઈલેક્ટ્રિક કારો ઉપરાંત કંપની એનર્જી સેક્ટરમાં પણ કામ કરે છે.

Read Also

Related posts

મુખ્ય ન્યાયાધીશ ગોગોઇને ફસાવવા મહિલાએ જુઠા આરોપ લગાવ્યા: વકીલે સુપ્રીમને પુરાવા સોંપ્યા

Mayur

એવેન્જર્સ એન્ડગેમ: ચીનમાં મચાવી ધૂમ, કરી કરોડોની કમાણી

Path Shah

પગના દુખાવાથી કંટાળ્યાં છો, આ ઉપાયથી પીડા થઇ જશે છૂમંતર

Bansari