GSTV

Teslaના માલિકે પોતાના બાળકનું રાખ્યું એવું નામ કે પહેલા ક્યારેય નહીં સાંભળ્યું હોય, ઈન્ટરનેટ પર કરી રહ્યું છે ટ્રેન્ડ

Tesla

Last Updated on May 7, 2020 by pratik shah

ટેસ્લા (Tesla) અને સ્પેસએક્સના સીઈઓ એલન મસ્કની ઘરે નવા મહેમાનનું આગમન થયું છે. એલન મસ્કની પ્રેમિકા અને કેનેડાની ગાયિકા ગ્રિમ્સે પોતાના પ્રથમ બાળકને જન્મ આપ્યો છે. પરંતુ આ ગુડ ન્યૂઝ સોશિયલ મીડિયાના યુઝર્સ માટે ચોંકાવનારી બની ગઈ જ્યારે એલન મસ્કે ટ્વીટર પર પોતાના બાળકનું નામ ટ્વીટ કર્યું. ઈલેકટ્રિક ગાડી બનાવનાર વિશ્વની સૌથી મોટી કંપનીના સીઈઓએ પોતાના  બાળકનો ફોટો શેર કર્યો છે અને તેનું નામ એક્સ એઈ એ-12 જણાવ્યું છે.

સાથે જ તેઓએ એમ પણ જણાવ્યું કે બાળક અને માતા બંને સ્વસ્થ છે. બાળકનું વિચિત્ર નામ સાંભળીને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપવા લાગ્યા. ઘણાં લોકો આ નામનો અર્થ શોધવામાં જોતરાય ગયા. જ્યારે કેટલાંક લોકો આ ચર્ચામાં લાગી ગયા કે આ નામનું ઉચ્ચારણ કઈ રીતે કરીશું. સોશિયલ મીડિયા પર આ નામને લઈને અનેક પ્રકારના જોક્સ અને મીમ્સ પણ બનવા લાગ્યાં.

પુત્રના નામનો અર્થ સમજાવ્યો

અંતરિક્ષ ક્ષેત્રે કામ કરનારી કંપની સ્પેસ એક્સના ફાઉન્ડર એલન મસ્ક દ્વારા પુત્રનું નામ ટ્વીટ  કર્યા બાદ ગ્રિમ્સે ટ્વીટ રી પુત્રના નામનો અર્થ સમજાવ્યો છે. થોડાં દિવસ પહેલાં એલન મસ્ક ત્યારે ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમના એક ટ્વીટના કારણે કંપનીને 14 અબજ ડોલર એટલે કે લગભગ 1 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.

તેઓએ ટ્વીટમાં લખ્યું હતું કે ટેસ્લા સ્ટોક પ્રાઈઝ ઈઝ ટૂ હાઈ આઈએમઓ. જેનો અર્થ છે  મારા હિસાબે ટેસ્લાના સ્ટોક પ્રાઈઝ કંઈક વધારે જ છે. તેમની આ ટ્વીટથી કંપનીના વેલ્યૂએશનને જોરદાર ઝટકો લાગ્યો હતો. અને ટેસ્લાના શેરમાં 10 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો.

Read Also

Related posts

Omicron symptoms/ સામે આવ્યા ઓમિક્રોનના તમામ 20 લક્ષણો, જાણો કેટલા દિવસ સુધી શરીરમાં ઘર કરીને રહે છે આ વેરિએન્ટ

Bansari

Corona Effect/ કોરોના પછી બદલાઈ ગયો માતાના દૂધનો કલર, પરિવર્તન જોઈ ચોકી ગઈ મહિલા

Damini Patel

વાસ્તુ ટિપ્સ/ ભૂલથી પણ ઘરમાં આવું કેલેન્ડર ના લગાવતાં, દિશાનું પણ ધ્યાન રાખજો નહીંતર અટકી જશે પ્રગતિ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!