કાશ્મીર ખીણમાં આતંકીઓ દ્વારા ગ્રેનેડ હુમલાની ઘટનામાં વધારો

તાજેતરના દિવસોમાં કાશ્મીર ખીણમાં આતંકીઓ દ્વારા ગ્રેનેડ હુમલાની ઘટનામાં પણ વધારો થયો છે. ત્યારે 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ નિમિતે અથવા તે પહેલા ફરીવાર જુદા જુદા સ્થળોએ ગ્રેનેડ હુમલાને અંજામ આપવામાં આવી શકે છે.

છેલ્લા થોડા દિવસોથી આતંકવાદીઓ કાશ્મીરમાં સુરક્ષા દળોની ટુકડીઓને કે પછી તેમના કેમ્પ બહાર ગ્રેનેડ હુમલાથી નિશાન બનાવવાના પ્રયાસમાં લાગેલા છે. શ્રીનગર અને શોપિયાંમાં ગ્રેનેડ હુમલાની આવી જ ઘટના સામે આવી છે.

ખાસ કરીને સીરિયલ ગ્રેનેડ એટેક અને આત્મઘાતી હુમલો કરીને સુરક્ષાદળોને નુકસાન પહોંચાડવાનું કાવતરૂ ઘડાયું છે. સૂત્રોએ દાવો કર્યો છે કે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઇએસઆઇએ આતંકવાદીઓને મોટી સંખ્યામાં ગ્રેનેડ સપ્લાઇ કર્યા છે. આ ઉપરાંત જૈશના આતંકવાદીઓને ગ્રેનેડ હુમલા માટે ખાસ ટ્રેનિંગ પણ અપાઇ છે. રિપોર્ટ મુજબ આતંકીઓ કાજીગુંડ. હંદવાડામાં સુરક્ષાદળોને કેમ્પ પર ગ્રેનેડ હુમલો કરી શકે છે. 

11 જાન્યુઆરીથી 18 જાન્યુઆરીની વચ્ચે જુદા જુદા છ સ્થળોએ ગ્રેનેડ હુમલાની ઘટના બની ચુકી છે. ત્યારે ગ્રેનેડ હુમલા સામે સતર્ક રહેલા સુરક્ષાદળોને સૂચના આપી દેવાઇ છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter