GSTV

શ્રીનગરમાં આતંકીઓ બેફામ, ધોળા દિવસે પોલીસ કર્મચારીને માથામાં ગોળી મારી હત્યા

આતંકીઓ

Last Updated on September 13, 2021 by Bansari

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આતંકીઓ બેફામ બની રહ્યા છે. આતંકીઓ ધોળા દિવસે સલામતી દળના કર્મચારીઓ તેમજ ભાજપના નેતાઓ પર હુમલા કરી રહ્યા છે. શ્રીનગરમાં રવિવારે ખાનયાર વિસ્તારમાં આતંકીએ ખૂબ જ નજીકથી પાછળથી માથામાં બે ગોળી મારી એક પોલીસ કર્મચારીની હત્યા કરી હતી અને ભાગી છૂટયો હતો. જોકે, હુમલાની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. સલામતી દળના સૂત્રોએ કહ્યું કે, હુમલાખોરની ઓળખ કરી દેવાઈ છે અને નજીકના સમયમાં જ તેને ઝડપી લેવાશે.

આતંકીઓ

અધિકારીઓએ જણાવ્યું કે, એક આતંકીએ પ્રોબેશનરી સબ-ઈન્સ્પેક્ટર અર્શદ અહેમદ મીરને ખૂબ જ નજીક જઈ પાછળથી માથામાં બે ગોળી મારી હતી. અહેમદ મીરને તાત્કાલિક એસકેઆઈએમએસ હોસ્પિટલ લઈ જવાયા હતા, પરંતુ તેમને બચાવી શકાયા નહીં. અધિકારીઓએ કહ્યું કે આ ઘટના બપોરે અંદાજે ૧.૩૫ વાગ્યે થઈ હતી. આતંકવાદીના હુમલાની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.

બજારમાં ભાગદોડ મચી

સીસીટીવી ફૂટેજમાં શ્રીનગરના ખાનયાર બજારમાં એક આતંકવાદી ટહેલતા જઈ રહેલા અર્શદ અહેમદ મીરને પાછળથી ઉપરા-છાપરી બે ગોળી મારીને ભાગી જાય છે. કુપવારા જિલ્લાના નિવાસી પોલીસ કર્મચારી પર હુમલાથી થોડીક વાર બજારમાં ભાગદોડ મચી જાય છે. જોકે, અર્શદ અહેમદ મીરને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે, પરંતુ તેમને બચાવી શકાતા નથી.

આતંકીઓ

જમ્મુ-કાશ્મીરના પોલીસ વડા દિલબાગ સિંઘે માર્યા ગયેલા અધિકારીને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું હતું કે, યુવાન અધિકારી અર્શદ અહેમદ મીરને એક આરોપીના ચેક-અપ માટે એક હોસ્પિટલમાં નિયુક્ત કરાયો હતો. તે હોસ્પિટલમાંથી પાછો ફરતો હતો ત્યારે આતંકીએ તેના પર હુમલો કર્યો હતો. સિંહે ઉમેર્યું કે, હુમલાખોર આતંકીની ઓળખ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં જ તેને ઝડપી લેવાશે.

 એક આતંકી ઠાર દરમિયાન જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં એક સર્ચ ઓપરેશનને પગલે રવિવારે સલામતી દળોએ એન્કાઉન્ટરમાં એક આતંકીને ઠાર કર્યો હતો. માનજાકોટે વિસ્તારમાં બારોતે ગલી નજીક દોરી માલના જંગલ વિસ્તારમાં આર્મી અને પોલીસની સંયુક્ત સર્ચ પાર્ટી પર આતંકીઓએ ગોળીબાર કરતાં એન્કાઉન્ટર શરૂ થયું હતું. સલામતી દળોએ જણાવ્યું હતું કે, સુરક્ષા દળોએ બાતમીના આધારે થાનામંડી વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકીની અને તે કયા ગૂ્રપ સાથે સંકળાયેલો છે તેની માહિતી હજુ મેળવી શકાઈ નથી. અન્ય કેટલાક આતંકીઓ જંગલ વિસ્તારમાં ભાગી છૂટયા હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, એન્ટરટેઈનમેન્ટ તેમજ સ્પોર્ટસ, ઓટો, લાઈફ અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે ડાઉનલોડ કરો અમારી Android Application…

Read Also

Related posts

કોરોનાએ 8 મહિનાનો રેકોર્ડ તોડયો : 24 કલાકમાં 3.17 લાખથી વધુ કેસ : દૈનિક મૃત્યુ દર 350થી ઉપર

Pravin Makwana

કોરોનાના સંક્રમણ વધતા જેટકો પરીક્ષા મોકૂફ, સરકારનો વધુ એક કડક નિર્ણય

GSTV Web Desk

જગતના તાતની કસોટી/ સાત લાખની લોન ચૂકવી ન શકતા ખેડૂતની 15 વિઘા જમીનની બેંકે હરાજી કરી, ખેડૂત પરિવાર કાળા પાણીએ રોયો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!