GSTV
Home » News » ભારત પર આતંકવાદીઓ પરમાણુ હથિયારોથી કરી શકે છે હુમલા, તુર્કી કરશે મોટી મદદ

ભારત પર આતંકવાદીઓ પરમાણુ હથિયારોથી કરી શકે છે હુમલા, તુર્કી કરશે મોટી મદદ

26-11 મુંબઇ હુમલાનો માસ્ટરમાઇન્ડ અને આતંકી સંગઠન જમાત-ઉદૃ-દાવાનો આતંકી વડો હાફિઝ સઇદ ભારતમાં મોટા હુમલાનું ષડયંત્ર રચી રહ્યો છે. ગુપ્તચર વિભાગને મળેલી માહિતી મુજબ આતંકવાદી સંગઠનો ઇચ્છે છે કે પાકિસ્તાનની ઇમરાન સરકાર અને તુર્કી વચ્ચે પરમાણુ હથિયારોની ડિલિવરી સિસ્ટમ અને ટ્રિગર મેકેનિઝમ માટે સમજૂતી થાય.

જૈશ-એ-મોહમ્મદ અને લશ્કરે તોઇબાના આતંકવાદી સંગઠન ઇમરાન ખાન પણ દબાણ ઉભુ કરી રહ્યા છે કે તેઓ તુર્કી સાથે પરમાણુ સમજૂતી કરી લે અને તુર્કીને પાકિસ્તાનમાં પરમાણુ ડિલિવરીના નવા યુનિટ્સ લગાવવા માટે કહે.  જેના માટે હાફિઝ સઇદ લોબિંગ કરી રહ્યો છે.

હાફિઝ સઇદ અને અન્ય આતંકવાદી સંગઠનો ઇચ્છે છે કે આ ડીલથી ઓછી રેન્જના પરમાણુ હથિયારોની સાથે ડિલિવરી સિસ્ટમ અને ટ્રિગર સિસ્ટમ તેમને હાથ લાગી જાય. આ ઉપરાંત આતંકવાદીઓની મંશા છે કે પાકિસ્તાન સરકાર તુર્કી પાસેથી ટેકનિકલ પરમાણુ હથિયારની ટેકનોલોજી લઇને ભારત પર મોટા હુમલા કરે. તુર્કી પરમાણુ બોમ્બ અને હથિયારો માટે મોટા પાયે ટ્રિગર મેકેનિઝમ બનાવે છે અને તેના માટે પાકિસ્તાન એક મોટું માર્કેટ છે.

READ ALSO

Related posts

SBIના ગ્રાહકો માટે છેલ્લી તક : આ એટીએમ કાર્ડ થઈ જશે બ્લોક, 31મી ડિસેમ્બર સુધી છે સમય

Karan

15 ડિસેમ્બરથી બદલાઇ જશે કેશ ટ્રાન્જેક્શનના નિયમો, જાણી લો નહી તો ભરાશો

Bansari

ફ્રી કૉલ અને ડેટાના દિવસો ગયાં, હજુ વધુ મોંઘા થઇ જશે ટેરિફ પ્લાન્સ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!