GSTV

ટ્રમ્પની મુલાકાત સમયે આતંકીઓ ભારતમાં ઘૂસ્યા, હાઈએલર્ટ જાહેર

આતંકીઓના એક વાહનની કાશ્મીર તરફ જવાની સૂચનાને પગલે જમ્મુ-કઠુઆ નેશનલ હાઈવે પર હાઈ એલર્ટ બહાર પડાયું છે. પોલીસ અને સુરક્ષા દળ ઘણા સ્થળો પર નાકાબંધી કરી ખીણ તરફ જાનારા વાહનોની તપાસ કરી રહી છે. 31 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય સરહદ પરથી ઘુસણખોરી બાદ આતંકવાદીઓનું એક જૂથ ટ્રકમાં સવાર કાશ્મીર તરફ જઇ રહ્યું હતું, જેને નાગરોટાના બાન ટોલ પ્લાઝા નજીક એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો હતો.

પોલીસ અને સુરક્ષાદળોને હાઈ એલર્ટ

સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર શનિવારે સુરક્ષા એજન્સીઓ પાસેથી ઇનપુટ્સ મળ્યા હતા. કે આતંકીઓની એક ટીમ કાશ્મીર જવા રવાના થઈ છે. તદ પશ્ચાત પોલીસ અને સુરક્ષા દળોને હાઈ એલર્ટ આપાયું છે. કઠુઆથી જમ્મુ સુધીના હાઈવે ઉપર સખત તકેદારી રાખવામાં આવી રહી છે નાકાબંધી સામે સેના અને સુરક્ષાદળોની સૂચના મળ્યા બાદ હાઈવે ઉપર દરેક વાહનની તપાસ કરવામાં આવી રહી છે.

ત્રણ સશસ્ત્ર માણસો જોયા

સૂત્રોના અનુસાર આંતરરાષ્ટ્રીય સરહદ પરથી ઘૂસણખોરી થવાની સંભાવનાને કારણે શનિવારની સાંજથી સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. રવિવારે સરોર ટોલ પ્લાઝા પર કાશ્મીર જતા વાહનોની સઘન તપાસ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે કથુઆ જિલ્લાના મગગર ખાદ પાસે 17 ફેબ્રુઆરીના રોજ મોડી રાત્રે ત્રણ સશસ્ત્ર શંકાસ્પદ લોકો મળી આવ્યા હતા. કઠુઆમાં સ્કૂટીમાં સવાર એક સ્થાનિક માણસે રાત્રે જરાય નાકે પોલીસને જાણ કરી હતી કે તેણે હાઇવે પર ત્રણ સશસ્ત્ર માણસો જોયા છે.

READ ALSO

Related posts

ગણદેવી : બાઈક અને ડમ્પર વચ્ચે અકસ્માત થતા ડોક્ટરનું ઘટના સ્થળે જ મોત

Nilesh Jethva

ખુશખબરી! આ એપ થકી 8 હજારથી વધારે લોકોને મળી નોકરી, તમે પણ કરી શકશો પ્રયાસ

Ankita Trada

કાલુપુર રેલવે સ્ટેશન બની શકે છે કોરોનાનું સુપર સ્પ્રેડર સ્ટેશન, નથી થતા મુસાફરોના ફરજીયાત ટેસ્ટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!