જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે પકડાયેલા ડીએસપી દવિન્દર સિંઘને લઈને સ્ફોટક ખુલાસો થયો છે. પોલીસના કહેવા પ્રમાણે ભારતે કરેલી સર્જિકલ સ્ટ્રાઈક બાદ આ આતંકીઓ તેનો બદલો લેવા માટે દિલ્હી, પંજાબ અને ચંદીગઢમાં મોટો આતંકી હુમલો કરવા માંગતા હતા

આતંકીઓની સાથે ગાડીમાં પકડાયેલો દવિન્દર સિંઘ એકથી વધુ મોબાઈલ નંબરોનો ઉ પયોગ કરતો હતો.જેમાંના કેટલાક નંબર આતંકીઓ સાથે વાત કરવા માટે વપરાતા હતા. દવિન્દર તેમને આતંકી હુમલો કરવા માટે તમામ પ્રકારની મદદ કરવાનો હતો. એવી પણ જાણકારી મળી છે કે, તેની સાથે પકડાયેલા આતંકીઓને દવિન્દરે પોતાના જ ઘરમાં આશરો આપ્યો છે.

પોલીસને શંકા છે કે, પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈના નિર્દેશ પ્રમાણે આ આતંકીઓ ખાલિસ્તાની આતંકીઓના સંપર્કમાં હતા અને દવિન્દર તેમના માટે દિલ્હી અને ચંદીગઢમાં રહેવાની વ્યવસ્થા કરવાનો હતો.દવિન્દરના તાર ખાલિસ્તાની આતંકીઓ સાથે જોડાયેલા હોવાની પણ શંકા છે.જમ્મુ શ્રીનગર હાઈવે પર શનિવારે દવિન્દરને પકડવામાં આવ્યો ત્યારે હિજબુલ મુઝાહિદ્દીનના 3 આતંકીઓને લઈને તે કાશ્મીરથી ચંદીગઢ જઈ રહ્યો હતો.
READ ALSO
- અમદાવાદના મધ્યઝોનમાં સફાઈ અને ટ્રાફિકની સમસ્યા, સ્થાનિકો રોષે ભરાયા
- આંદોલન/ ખેડૂતોને ફાયદો થાય કે નહીં પણ સરકારને 225 કરોડનો થઈ ગયો, સરકારની ખેડૂતોએ તિજોરી છલકાવી
- ઓરિસ્સામાં કૂતરાઓ સાથે કરાવવામાં આવ્યા બાળકોના લગ્ન, જાણો શું છે આ અંધશ્રદ્ધા પાછળની કહાણી…
- રેલવે એ આપી રાહત/દિલ્હીમાં આજ રાત 9 વાગ્યા સુધી ટ્રેન છુટી જવા પર મળશે પૂરું રિફંડ
- રાજ્યમાં ગણતંત્ર દિવસની ધુમધામ પૂર્વક ઉજવણી, સીએમ વિજય રૂપાણી સહિત આગેવાનો રહ્યા ઉપસ્થિત