GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ સર્જાઈ છે. સુરક્ષાદળોએ એક આતંકવાદીને ઠાર કર્યો છે. ઠાર થયેલા આતંકવાદીની ઓળખ શબ્બીર અહમદ ડાર તરીકે થઈ છે. સત્તાવાર સૂત્રોનું કહેવું છે કે સેના, સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ અને સીઆરપીએફની સંયુક્ત ટીમે હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદી કમાન્ડર જહૂર ઠોકર અને કેટલાક આતંકવાદીઓ છૂપાયા હોવાની માહિતી બાદ ઓપરેશન શરૂ કર્યું હતું.

હિઝબુલ મુજાહિદ્દીનનો આતંકવાદી 2016માં ટેરિટોરિયલ આર્મીમાંથી ભાગીને આતંકવાદી બન્યો હતો. જહૂર ઠોકર 173મી ટેરિટોરિયલ આર્મી બટાલિયનનો સદસ્ય બન્યો હતો અને 2016માં તે સર્વિસ રાઈફલ સાથે ફરાર થયો હતો. પ્રારંભિક જાણકારી પ્રમાણે અહેવાલો આવ્યા હતા કે સુરક્ષાદળોએ હિઝબુલ મુજાહિદ્દીનના આતંકી કમાન્ડર જહૂર ઠોકરને ઠાર માર્યો છે. પરંતુ જ્યારે આતંકવાદીની લાશ જપ્ત કરાઈ. તો તેની ઓળખ અન્ય આતંકવાદી શબ્બીર અહમદ ડાર તરીકે થઈ હતી. સૂત્રોનું કહેવું છે કે ઠોકર અને બાકીના આતંકવાદીઓ એન્કાઉન્ટર સ્થળેથી ફરાર થવામાં સફળ રહ્યા છે.

પુલવામાના એસએસપી પ્રમાણે અથડામણમાં સુરક્ષાદળોએ એક આતંકવાદીને ઠાર માર્યો છે. આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ શુક્રવારે મોડી રાત્રે શરૂ થઈ હતી. તો બારામૂલામાં પણ શુક્રવારે રાત્રે સોપોરના બહારના વિસ્તારમાં વારપોરામાં આતંકવાદીઓના હુમલામાં પોલીસકર્મી જાવેદ અહમદ શહીદ થયા હતા. આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

મહત્વપૂર્ણ છે કે શનિવારે જમ્મુ-કાશ્મીરમાં નગરનિગમો અને પંચાયતની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. ત્યારે મતદાન વખતે આતંકવાદીઓની સક્રિયતા જોતા સુરક્ષાદળો ખાસા સતર્ક છે અને તેમની આતંકવાદીઓ વિરોધી કાર્યવાહીઓ યથાવત છે. આ પહેલા સુરક્ષાદળોએ કુપવાડા જિલ્લાના હંદવાડામાં હિઝબુલ મુજાહિદ્દીનના કમાન્ડર મન્નાન બશીર વાનીને ઠાર માર્યો હતો. આતંકવાદી મન્નાન બશીર વાની જાન્યુઆરીમાં આતંકવાદી સંગઠનમાં જોડાયો હતો. વાની અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં પીએચડીનો વિદ્યાર્થી હતો.

 

Related posts

ભારતમાં કોરોના બન્યો સૌથી વધુ ખતરનાક : જુલાઈમાં હશે આટલા કેસ, યુવાનો માટે ખાસ ચેતવણી

Harshad Patel

રાજસ્થાનમાં તાપમાનનો પારો ઉંચકાયો, છ જિલ્લાને રેડ એલર્ટ અપાયુ

Ankita Trada

જુલાઈમાં લોન્ચ થશે સરકારની આ સ્કીમ, લાખો રૂપિયાની કમાણી માટે છે ઉત્તમ તક

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!