GSTV
India News Trending ટોપ સ્ટોરી

દિવાળી પહેલાં પાક. આતંકીઓનો શ્રીનગરમાં હુમલો, 6 જવાન ઘાયલ

દિવાળી પહેલા જ પાકિસ્તાને કાશ્મીરમાં પોતાના આકાઓની મદદથી આતંકી હુમલો કરાવ્યો હતો. શ્રીનગરમાં સીઆરપીએફના કાફલા પર આતંકીઓએ ગ્રેનેડ વડે કરેલા આ હુમલામાં સીઆરપીએફના 6 જવાનો ઘવાયા હતા. પોલીસે આ હુમલાની જાણકારી આપતા કહ્યું હતું કે શ્રીનગરના કરણ નગર વિસ્તારમાં આ હુમલો થયો હતો, જેમાં જે છ જવાનો ઘવાયા છે તેમને તાત્કાલીક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે જ્યારે હુમલો કરીને આતંકીઓ નાસી છુટયા હતા જેની શોધખોળ જારી છે. આ વિસ્તારમાં હુમલા બાદ વાતાવરણ તંગદીલ બની ગયું હતું.

રાજસ્થાનના ટ્રાક ડ્રાઈવરની કાશ્મીરમાં હત્યા

બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં રાજસ્થાનના ટ્રક ડ્રાઇવરની હત્યા કરી દેવામાં આવી હતી. જેને પગલે અન્ય ટ્રક ડ્રાઇવરો અને અન્ય રાજ્યના વ્યાપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. રાજસૃથાનના ટ્રાન્સપોર્ટરોએ પોતાનો આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હવેથી અમે કાશ્મીરમાં કોઇ જ ટ્રક નહી મોકલીએ. એટલુ જ નહીં હવેથી કાશ્મીરમાંથી કોઇ સામાન પણ અમે વહન નહીં કરીએ. રાજસૃથાનના અલવર જિલ્લાના ટ્રક ડ્રાઇવર મોહમ્મદ ઇલિયાસ અને ભરતુરના નિવાસી ખલાસી જાહિદની આતંકીઓએ હત્યા કરી નાખી હતી. જેને પગલે આ રોષ ભભૂકી ઉઠયો હતો. 

હત્યા બાદ રખાઈ આ માગ

જે ટ્રક ડ્રાઇવરનું મોત નિપજ્યું છે તેના સમર્થનમાં રાજસ્થાનનો મેવ સમાજ આગળ આવ્યો છે. મેવ સમાજે એવી ચીમકી આપી છે કે જો કાશ્મીરમાં જે ટ્રક ડ્રાઇવરની આતંકીઓએ હત્યા કરી છે તેમના પરિવારને 50 લાખ રૂપિયા અને સાથે 10 વિઘા જમીન તેમજ સરકારી નોકરી આપવામાં ન આવી તો અમે હાઇવેને ચક્કાજામ કરીને બંધ કરી દઇશું. આ સાથે જ મૃતકના પત્નીને વિધવા પેંશન તેમજ પરિવારજનોને સરકારી નોકરી આપવામાં આવે તેવી પણ માગણી કરવામાં આવી છે. 

આતંકીઓ સામે કાર્યવાહી કરાશે ત્યારે જ મૃતદેહો સ્વીકારાશે

બીજી તરફ જે બે ટ્રક ડ્રાઇવરોના મોત નિપજ્યા છે તેના મૃતદેહોને તેમના વતન પહોંચાડવામાં આવ્યા હતા. જોકે તેમના પરિવારજનોએ જ્યાં સુધી માગો પુરી ન થાય અને આતંકીઓ સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાની ના પાડી દીધી હતી. શુક્રવારે મોડી રાત્રે આ મૃતદેહો રાજસૃથાનમાં સિૃથત બન્નેના ગામ પહોંચ્યા હતા. જેનો સ્વીકાર કરવાની પરિવારે હાલ ના પાડતા સૃથાનિક હોસ્પિટલમાં તેને રાખવામાં આવ્યા હતા.  

પાક. સરહદે સુરક્ષા વધારવામાં આવી 

પાકિસ્તાની સૈનિકો દિવાળી પર ભારે ગોળીબાર કરવાની ફિરાકમાં હોવાની માહિતી મળી છે. આ ઉપરાંત મોટા પ્રમાણમાં આતંકીઓ ઘુસાડવા તેમજ હુમલાની પણ પાકે. તૈયારી કરી હોવાના અહેવાલો સામે આવ્યા છે. જેને પગલે હાલ સરહદે સુરક્ષા વધારી દેવામાં આવી છે. ખાસ કરીને રાજસ્થાન સરહદે હાલ તંગદીલીનો માહોલ છે. પાકિસ્તાન સરહદે આવેલા જૈસલમેર, જોધપુર, બાડમેર અને શ્રીગંગાનગર જિલ્લામાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના લોકોને સતર્ક રહેવાની સુચના આપવામાં આવી છે અને જો કઇ પણ શંકાસ્પદ બાબત જણાય તો તેની જાણકારી પોલીસને આપવાની સલાહ પણ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત કાશ્મીર, પંજાબ અને ગુજરાતની પાકિસ્તાન સરહદે પણ દિવાળી પર વિશેષ સુરક્ષા તૈનાત કરવામાં આવી છે.

READ ALSO


Related posts

RBIએ રેપોરેટ વધાર્યો / હોમ લોનના વ્યાજ છેલ્લા 9 મહિનામાં 2.5 ટકા વધ્યા, રેપો રેટ 6.25 ટકાથી વધીને 6.50 ટકા થયો

Kaushal Pancholi

ઈન્ટરનેશનલ ક્રિકેટ જગતના એવા પ્રખ્યાત ખેલાડી જેણે પોતાનો ધર્મ બદલ્યો, કોણ છે આ મહાનુભાવો ?

Padma Patel

How To Make Puri Ka Halwa/ વધેલી પૂરીઓમાંથી બનાવો જોરદાર પૂરીનો હલવો, દરેક વ્યક્તિ પૂછશે તેની રેસિપી

Siddhi Sheth
GSTV