GSTV
Home » News » અનંતનાગમાં આંતકી હુમલો: CRPFનાં પાંચ જવાન થયા શહીદ, એક આતંકી ઠાર

અનંતનાગમાં આંતકી હુમલો: CRPFનાં પાંચ જવાન થયા શહીદ, એક આતંકી ઠાર

બુધવારે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓએ સીઆરપીએફની ટીમ પર હુમલો કર્યો હતો. અનંતનાગમાં બસ સ્ટેન્ડ નજીક થયેલા આ હુમલામાં ત્રણ જવાનો ઘાયલ થયા હતા. આ હુમલામાં પાંચ સીઆરપીએફના જવાનો શહીદ થયા છે.

જ્યારે જવાબી એન્કાઉન્ટરમાં જવાનોએ એક આતંકવાદીને મારી નાખ્યો છે. એક અહેવાલ મુજબ જણાવવામાં આવ્યું હતું કે બે નકાબધારી આતંકવાદીઓ અનંતનાગમાં બાઇક પર સવાર થઈને આવ્યા હતા.અને બન્ને આંતકીઓ એ સીઆરપીએફ અને પોલીસ દળ પર અંધાધૂન ફાયરિંગ શરૂ કરી હતી.

આતંકી સંગઠન અલ-મુજાહિદ્દીનએ લીધી જવાબદારી

એક ખાનગી ટીવી રિપોર્ટસ અનુસાર અલ- ઉમર-મુજાહિદ્દીન નામના આતંકી સંગઠને આ આતંકી હુમલાની જવાબદારી લિધી છે. જ્યારે આ આતંકી સંગઠને જણાવ્યું છે કે મુશ્તાક જરગર તેમનો સાથી છે. ઉલ્લેખનીય છે કે બાલાકોટ એર સ્ટ્રાઈક દરમ્યાન આ સંગઠન પણ નિશાના પર હતુ. આ એ આતંકી છે જેણે વર્ષ 1999માં વિમાન આઈસી-814ના અપહ્યત ભારતીય નાગરીકોને છોડાવા બદલે ભારત સરકારે તેને છોડયો હતો. તેની સાથે સાથે કુખ્યાત આતંકી મસૂદ અઝર અને શેખ ઉમરને પણ છોડી મૂકયા હતા.

જેમાં બે સીઆરપીએફનાં જવાન ઘાયલ થયા અને રાજ્ય પોલીસ દળના એક SHO પણ ઇજાગ્રસ્ત હોવાની વાત સામે આવી છે. ત્યારે આ આંતકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોમાં ASIનો પણ સમાવેશ થયો છે.એસ.એચ.ઓ. સદર અનંતનાગનાં ઇન્સ્પેક્ટર ઇરશાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. તેમને છાતીમાં ગોળી વાગી છે. ત્યારે ગંભીર રીતે ઘાયલ ડોક્ટરોએ તેમને શ્રીનગર હોસ્પિટલ રિફર કર્યા છે. આ આતંકવાદી હુમલામાં એક મહિલા પણ ઘાયલ થઈ છે. જ્યારે આ ગોળીબારમાં એક આતંકવાદીનું મોત થયું છે, અન્ય આતંકવાદીની શોધખોળ ચાલી રહી છે. હાલમાં જવાનો અને આંતકવાદી વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.

READ ALSO

Related posts

કોરોના વાયરસનો કેર! ભારતીયોને સુક્ષિત સ્થળે ખસેડવા ચીનને અપીલ કરશે ભારતીય વિદેશ મંત્રાલય

Bansari

નિર્ભયા કેસ: દોષી મુકેશ સિંહની અરજી પર આજે સુપ્રીમમાં સુનાવણી, 1 ફેબ્રુઆરીએ થશે ફાંસી?

Bansari

કોરોના વાયરસે ચીનમાં મચાવ્યો હાહાકાર! મૃત્યુઆંક 100ને પાર, 1300 નવા કેસ સામે આવ્યાં

Bansari
Do NOT follow this link or you will be banned from the site!