જમ્મુ –કાશ્મીરમાં તમામ આંતકીઓના સફાયાનું અભિયાન ચાલી રહ્યું છે. જેમાં શુક્રવારની મધ્યરાત્રિથી અંનતાગના કોકરનામા વિસ્તારમાં સેના અને આંતકીઓ વચ્ચે અથડામણ થઈ રહી છે. સમગ્ર વિસ્તારને સુરક્ષાના કારણોસર સેનાએ કોર્ડન કર્યો છે.

શુક્રવાર સવારે બડગામ જિલ્લાના પરગામના વિસ્તારમાં સેનાએ જૈશના બે આંતકીઓને ઠાર માર્યા હતા. પરંતુ આ એન્કાઉન્ટરમાં પાંચ જવાન પણ ઘાયલ થયા હતા. છેલ્લા એક અઠવાડિયામાં 6 જેટલી અથડામણમાં 12 જેટલા આંતકીઓને ઠાર મરાયા જે જૈશ-એ-મોહમ્મદ સંગઠનના હતા. જૈશ-એ-મોહમ્મદે જ 14 ફેબ્રુઆરીએ પુલવાવામાં આંતકી હુમલો કર્યો હતો. જેમાં 40 સીઆરપીએફના જવાનો શહીદ થયા હતા. આ હુમલા પછી સુરક્ષાબળોએ કાશ્મીરમાં ઓપરેશન ઓલઆઉટ યથાવત રાખ્યું છે.

ગયા વર્ષની તુલનામાં આ વર્ષે વધુ આંતકીઓને ઠાર મરાયા
છેલ્લા ત્રણ મહિનાઓથી ઓપરેશન ઓલ આઉટમાં માર્ચ સુધી 60થી વધુ આતંકીઓને ઠાર મરાયા છે. જેમાં સૌથી વઘારે જૈશ-એ-મોહમ્મદના 22 આંતકીઓ , હીઝબુલ મુઝાઈદ્દીનના 15 આતંકીઓ અને લશ્કર-એ-તૌયબાના 14 આતંકીઓને ઠાર મરાયા છે. જેમાં છેલ્લા વર્ષના માર્ચ સુધી 44 અને સમગ્ર વર્ષ દરમિયાન 250થી વધુ આંતકીઓને ઠાર કરાયા હતા.
READ MORE:
- દક્ષિણ ગુજરાતના સૌથી મોટા પાક શેરડી બની ખોટનો ધંધો : 9 જિલ્લામાં વાવણી થઈ ગઈ બંધ, નર્મદાનો ન થયો ફાયદો
- અહો આશ્ચર્યમ : સિંહ અને સિંહણ વચ્ચેની આ ક્ષણ પહેલી વખત કેમેરામાં થઈ કેદ, સિંહની હરકત જોઈ ત્રાહીમામ પોકારી જશો
- હિંદ મહાસાગરમાંથી હાંકી કઢાયેલાં જહાજ મામલે ચીને કરી સ્પષ્ટતા, શોધ નહી, પાણીનો ઉતાર-ચડાવ માપી રહ્યા હતા
- શું તમે જાણો છો કે ઝાડના થડને સફેદ અને લાલ રંગની પટ્ટીથી કેમ રંગવામાં આવે છે?
- નિત્યાનંદ આશ્રમની બન્ને સાધિકાઓને કાયમી જામીન માટે હજુ જોવી પડશે રાહ, કોર્ટ લીધો આ નિર્ણય