GSTV

પંજાબ-જમ્મૂ બોર્ડર પર ટ્રકમાંથી 6 એકે-47 જપ્ત, પોલીસે 3 આતંકીઓની કરી ધરપકડ

જમ્મુ કાશ્મીર પોલીસે આતંકવાદી હુમલાના ષડ્યંત્રને નિષ્ફળ બનાવ્યુ છે. પોલીસે પંજાબ- જમ્મુ કાશ્મીર બોર્ડર લખનપુરથી ત્રણ આતંકવાદીઓને હથિયાર સાથે ઝડપી પાડ્યા છે. આતંકવાદીઓ પાસેથી 6 એકે-47 રાઈફલ મળી છે. આ આતંકીઓ એક ટ્રકમાં એકે-47 લઈને કાશ્મીર ઘાટીમાં જઈ રહ્યા હતા. પોલીસે આતંકવાદીઓની પૂછપરછ પણ શરૂ કરી છે.

આતંકવાદીઓ ટ્રકમાં અમૃતસરથી કાશ્મીર જઈ રહ્યા  હતા. સુરક્ષાબળોને ઈનપુટ મળ્યા હતાકે, એક ટ્રકમાં હથિયાર લઈ જવાઈ રહ્યા છે. ત્યારબાદ સુરક્ષાબળોએ ટ્રકને પકડ્યો અને ત્રણ આંતકોને હથિયાર સાથે પકડ્યા હતા. કઠુઆનાં એસએસપીએ કહ્યુકે, હથિયાર અને ગોળા-બારૂદ લઈને જઈ રહેલાં એક ટ્રકને કબ્જે કર્યો હતો.

મહત્વપૂર્ણ છે કે, જમ્મુ કાશ્મીર પોલીસને બે દિવસમાં આ બીજી સફળતા મળી છે. કાશ્મીર પોલીસે  બુધવારે સોપોરમાં લશ્કરના આતંકી આસિફને સોપોરમાં ઠાર કર્યો હતો. જમ્મૂ-કાશ્મીરનાં સોપોરમાં સુરક્ષાબળોને સવારે આતંકી છુપાયા હોવાના અહેવાલ મળ્યા હતા. ત્યારબાદ સુરક્ષાબળોએ અભિયાન ચલાવ્યુ હતુ. આ દરમ્યાન મોસ્ટ વોન્ટેડ આતંકી આસિફને ઠાર મરાયો હતો.

READ ALSO

Related posts

રાજ્યમાં Corona કેસમાં વધારો યથાવત, છેલ્લાં 24 કલાકમાં 1408 પોઝિટિવ દર્દીઓ સાથે 14નાં મોત

Mansi Patel

VIDEO: હવામાં ઉડતા વિમાનો તો જોયા હશે, પણ તે કેમેરામાં કઈ રીતે કેદ થાય છે જોયુ છે ક્યારેય !

Pravin Makwana

કોરોના ટેસ્ટિંગમાં ઘાલમેલઃ સરકારી રિપોર્ટમાં નેગેટીવ તો પ્રાઈવેટ લેબમાં પોઝીટીવ, ક્યો રિપોર્ટ સાચો ને ક્યા આધારે કરાવવી સારવાર?

Karan
Do NOT follow this link or you will be banned from the site!