GSTV

મસૂદ અઝહરને UNએ આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરતા દેશમાં ઠેર-ઠેર ઉજવણી

આતંકી મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્રએ આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કર્યો છે. સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદે જૈશ-એ-મોહમ્મદના મસૂદ અઝહર પર આ કાર્યવાહી કરી છે. પુવવામાં હુમલા બાદ ભારત વારંવાર મસૂદને વૈશ્વિક આતંકી જાહેર કરવાનો પ્રયાસ કરતું રહ્યું છે, હવે તેમાં ભારતને આ મોટી સફળતા મળી છે.

આતંકવાદ સામે ભારતને મળેલી મોટી જીતની ઉજવણીના આ દ્રશ્યો છે. ઉજવણી કરનારા ભાજપનો કાર્યકરો છે પરંતુ આવો જ હરખ અન્ય દેશવાસીઓના દિલમાં પણ છે. સંસદ હુમલો હોય,પઠાણકોટ હુમલો હોય કે પછી હોય પુલવામા હુમલો. દેશને દર્દ આપનારા આ આતંકી હુમલાઓનો માસ્ટરમાઇન્ડ મસૂદ અઝહર હવે વૈશ્વિક આતંકી જાહેર થયો છે.

ભારતના સૂરમાં સૂર પુરાવતા સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા સમિતિએ મસૂદને ગ્લોબલ ટેરોરિસ્ટ જાહેર કર્યો. UNમા ભારતના રાજદૂત સૈયદ અકબરુદ્દીને આ વાતની જાણકારી આપતા ટ્વિટ કર્યું હતું અને લખ્યું કે,આ નિર્ણયમાં નાના, મોટા બધા સાથે આવ્યા છે. મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્રની પ્રતિબંધ યાદીમાં આતંકવાદી જાહેર કરાયો છે. અકબરૂદ્દીને સહયોગ આપનારા તમામનો આભાર પણ માન્યો હતો.

અત્યાર સુધી મસૂદ અઝહર મુદ્દે વીટો પાવરનો ઉપયોગ કરીને ભારતને ઝટકો આપતું રહ્યું છે. પરંતુ આ વખતે ચીને પોતાના સદાબહાર મિત્ર પાકિસ્તાનને ઝટકો આપ્યો છે. અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સના દબાણના કારણે ચીન તરફથી સકારાત્મક સંકેત મળી રહ્યા હતા.

READ ALSO

Related posts

ખુશખબર/ 4 મહિના બાદ કોરોના કેસના એવા આંક આવ્યા બહાર કે મોદી સરકારને થશે રાહત, રસીકરણની મહેનત ફળી

pratik shah

અતિ મહત્વનું: દેશના સૈન્ય દળોમાં 9,712 ઓફિસરો અને 1 લાખ સૈનિકોની અછત, સરકારે જણાવ્યું કે ખાલી છે પદો !

pratik shah

સરકાર આવી સાણસામાં: મેડિકલ કોલેજોમાં OBC અને ગરીબ વર્ગ માટે જલ્દીથી અનામતનો મુદ્દો ઉકેલાશે, મંત્રાલયને મોદીએ આપ્યા આદેશ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!