GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાને મળી મોટી સફળતા, ત્રણ આતંકીઓને કર્યા ઠાર

જમ્મુ-કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં સેનાએ આંતકીઓની ઘુસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો. LoC નજીક ત્રણ પાકિસ્તાની આતંકી ઘુસણખોરીનો પ્રયત્ન કરી રહ્યા હતા. જેની જાણ થતાં જ જવાનોએ કાર્યવાહી શરૂ કરી છે. આ દરમિયાન સેનાએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા. જે બાદ જવાનોએ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતુ. સેનાએ જણાવ્યું પાકિસ્તાનમાં તાલીમબદ્ધ આ આતંકવાદીઓ હથિયારોથી સજ્જ હતી. ભારતીય સેના આતંકીઓની ઘૂસણખોરી કરવાની નાપાક હરકતને સતત નિષ્ફળ બનાવી રહી છે.

શ્રીનગરમાં સેના, પોલીસ અને નાગરિક વહીવટીતંત્રની કોર ગ્રૂપની બેઠક

જોકે પાકિસ્તાની સેના વારંવાર યુદ્ધવિરામનો ભંગ કરીને આતંકીઓને ઘૂસણખોરી માટે મદદ કરી રહી છે. પાકિસ્તાનની નાપાક હરકતોને જોતા તાજેતરમાં જ શ્રીનગરમાં સેના, પોલીસ અને નાગરિક વહીવટીતંત્રની કોર ગ્રૂપની બેઠક થઈ છે. જેમાં એ નક્કી કરવામાં આવ્યુ હતું કે ખીણમાં વિભિન્ન આતંકીઓનો સફાયો કરવાની સાથે જ તેમને આર્થિક મદદ પહોંચાડવાની સપ્લાય લાઈનને પણ કાપવામાં આવશે.

ઇન્ટેલિજન્સ એજન્સીઓએ પહેલા જ સેનાને સતર્ક કરી દીધી

જો કે ઇન્ટેલિજન્સ એજન્સીઓએ પહેલા જ સેનાને સતર્ક કરી દીધી છે કે જમ્મુ-કાશ્મીરમાં ખૂની ખેલ ખેલવા માટે એલઓસી પાર મોટી સંખ્યામાં આતંકવાદીઓનો જમાવડો થયો છે. અને તેઓ ઘૂસણખોરીની ફિરાકમાં છે. એજન્સી પ્રમાણે ગુરેજ સેક્ટર તરફથી બે આતંકવાદી જૂથો ઘૂસણખોરીની તૈયારીમાં છે. આ પહેલા સેનાએ પણ માહિતી આપી હતી કે પીઓકેમાં એલઓસી પાસે 15 જેટલા ટેરર લોન્ચ પેડ સક્રિય થયા છે. જ્યાં મોટી સંખ્યામાં આતંકીઓ એકત્ર થયા છે. જે ગરમીની સીઝનમાં ઘૂસણખોરીની તૈયાર કરી રહ્યા છે.

READ ALSO

Related posts

ATMની રાહતો હવે પૂરી : બેન્કો હવે આ બાબતે રૂ.5 થી 20 સુધીનો ચાર્જ વસૂલશે, જાણો આ છે નિયમો

Pravin Makwana

શિક્ષકો પાસેથી 900 કરોડ વસૂલશે યોગી સરકાર, આ છે સૌથી મોટુ કારણ

Pravin Makwana

પાનમ ડેમના 3 ગેટ 2 ફુટ ખોલી ૭ હજાર કયુસેક પાણી છોડાયું, ખેડૂતોમાં ખુશીની લહેર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!