GSTV

જમ્મુ કાશ્મીરના સોપોરમાં સતત ત્રીજા દિવસે આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ, આઠ આતંકીઓ ઠાર

Last Updated on March 23, 2019 by Mayur Vora

જમ્મુ કાશ્મીરના સોપોરમાં સતત ત્રીજા દિવસે આતંકવાદી અને સેના વચ્ચે અથડામણ થઈ છે. સેનાએ છેલ્લા 36 કલાકમાં આઠ આતંકવાદીઓને ઠાર કર્યા છે. જેમા બાંદીપોરાના હાજીનમાં બે, શોપિયા અને કલાંતર બે-બે આતંકવાદીનો સફાયો કરવામાં આવ્યો. સોપોર સિવાય તમામ ઠેકાણે સેનાએ ઓપરેશન પૂર્ણ કર્યુ છે. સોપોમાં સેનાને એકથી વધુ આતંવાદી છુપાયા હોવાની આશંકા છે.

અથડાણની જગ્યાએ સેનાએ સ્થાનિક નાગરિકોને સલામત સ્થળે ખસેડ્યા છે. મળતી માહિતી મુજબ સેનાએ 20થી 35 ઘરમાં તપાસ અભિયાન શરૂ કર્યુ છે. સેનાએ ગઈ કાલે બાંદીપોરાના હાજીનમાં ઓપરેશન 60 હાથ ધર્યુ હતુ. જે દરમ્યાન બે  આતંકવાદીને ઠાક કરવામાં આવ્યા હતા.

આ ઓપરેશનમાં 13મી રાષ્ટ્રીય રાયફલ, સીઆરપીએફ અને એસઓજી સામેલ થઈ હતી.  સેનાએ બાંદીપોરા બાદ બારામુલામાં પણ જૈશના બે આતંકવાદીને ઠાર કર્યા. અહી 52મી રાષ્ટ્રીય રાયફલ, પેરા કમાન્ડો અને સીઆરપીએફે ઓપરેશન શરૂ કર્યુ હતું.

Related posts

ફેશનની શોખિન: શોર્ટ્સ પહેરીને પરીક્ષા આપવા આવેલી છોકરીને હોલમાં પ્રવેશ ન આપ્યો, પપ્પાને તાત્કાલિક બજારમાં પેન્ટ ખરીદવા જવું પડ્યું

Pravin Makwana

સામનામાં પ્રહાર: મોદીનો ચહેરો છે એટલે બાકી BJPના નામે કુદી રહેલા નેતાઓ નગરપાલિકાની ચૂંટણીમાં પણ ન ચાલે

Pravin Makwana

રિલેક્શ: પાર્ટીને એક પણ પ્રશ્ન કર્યા વગર પદ છોડી ભાજપના પૂર્વજોના રસ્તા પર ચાલ્યો છું, હાઈકમાન્ડે જે નિર્ણય લીધો હોય તે સમજી વિચારીને જ લીધો હશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!