GSTV

અફઘાનિસ્તાનની જેલમાં સાગરિતોને છોડાવવા માટે કર્યો મોટો આતંકી હુમલો, 13 કલાકની અથડામણમાં 21 લોકોના મોત

અફઘાનિસ્તાનના પૂર્વ નાંગરહાર પ્રાંતમાં સ્થિત જલાલાબાદની જેલ પર આતંકવાદી સંગઠન ઇસ્લામીક સ્ટેટના આતંકવાદીઓના હુમલામાં 21 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે કે અફઘાનિસ્તાનના સુરક્ષાદળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે. અફઘાની મીડિયા પ્રમાણે આ હુમલા બાદ 13 કલાક સુધી આતંકવાદીઓ અને સુરક્ષાદળોની વચ્ચે અથડામણ ચાલી હતી.

જેલમાં બંધ સાગરિતોને છોડાવા કર્યો આતંકી હુમલો

આતંકવાદીઓએ જે જેલ પર હુમલો કર્યો છે, તે જલાલાબાદની જેલમાં ઇસ્લામીક સ્ટેટના અનેક આતંકવાદી બંદી છે. તેમને છોડાવવા માટે આતંકવાદીઓએ યોજનાબદ્ધ રીતે હુમલાને અંજામ આપ્યો છે. નાંગરહાર પ્રાંતના ગવર્નરના પ્રવક્તા અતાઉલ્લાહ ખોગ્યાનીએ જણાવ્યું કે જેલ પરિસરમાં થોડી થોડીવારના અંતરે ગોળીબાર થઇ રહ્યો છે. મૃતકોમાં જેલના અમુક કેદીઓ ઉપરાંત સામાન્ય નાગરીક, જેલના ગાર્ડ અને અફઘાની સુરક્ષાદળો પણ સામેલ છે.

જેલમાં 1500 જેટલા કેદીઓ હતા

નાંગરહારની રાજધાની જલાલાબાદની જેલના એક પ્રવેશદ્વાર પર આત્મઘાતી કાર બોમ્બ વિસ્ફોટની સાથે આ હુમલો શરૂ થયો હતો. જે બાદ હુમલાખોરોએ અફઘાનિસ્તાનના સુરક્ષદળો પર ફાયરિંગ શરૂ કરી દીધુ હતુ. એક પ્રાંતિય અધિકારીના જણાવ્યા પ્રમાણે હુમલા બાદ ઘણા કેદીઓ જેલમાંથી નાસી ગયા હતા. આ જેલમાં 1500 જેટલા કેદી છે. જેમાંથી મોટા ભાગના કેદી ઇસ્લામીક સ્ટેટ સાથે જોડાયેલા છે.

સુરક્ષા દળ અને આતંકીઓ વચ્ચે સંઘર્ષ

અફઘાની ગુપ્તર એજન્સીઓએ એક દિવસ પહેલા જ જણાવ્યુ હતું કે,અફઘાન વિશેષ દળોએ જલાલાબાદની નજીક એક આઈએસના મુખ્ય આતંકી કમાન્ડરને ઠાર કર્યો હતો. તાબિલાનના રાજનીતિક પ્રવક્તા સુહેલ શાહીને જણાવ્યુ હતું કે, જલાલાબાદ જેલ હુમલામાં તેમનો કોઈ હાથ નથી. અમેરિકાએ તાલિબાન સાથે ફેબ્રુઆરીમાં કરાર કર્યો હતો. તેણે કહ્યુ હતું કે, અમારો સંઘર્ષ વિરામ ચાલી રહ્યો છે. જો કે, દેશમાં ક્યાંય પણ આવો હુમલો થાય તો તેમાં અમારો હાથ નથી. તાલિબાને ઈદને ધ્યાને રાખી શુક્રવારથી ત્રણ દિવસ માટે સંઘર્ષ વિરામની જાહેરાત કરી હતી.

READ ALSO

Related posts

દિલ્હી સરકારનો મહત્વનો નિર્ણય: કોરોનાના વધતા સંક્રમણને ધ્યાને રાખી આપ્યો આદેશ, આ તારીખ સુધી બંધ રહેશે શાળાઓ

Pravin Makwana

યુરોપીય દેશોમાં આતંકવાદી બોંબધડાકાઓ કરવા માટે એકઠા કરી રહ્યા છે રસાયણો, અમેરિકાએ આપી દીધી આ ચેતવણી

Dilip Patel

ભાજપના ધારાસભ્યનું વિવાદિત નિવેદન, અસદુદ્દીન ઓવૈસીને આતંકવાદી અને દેશ વિરોધી જાહેર કરો !

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!