GSTV

જમ્મુ કાશ્મીર: અનંતનાગ થી કુલગામ… આતંકીઓએ છેલ્લા 6 મહિનામાં કરી ભાજપના 14 નેતાઓની હત્યા

જમ્મુ કાશ્મીરમાં ભાજપના નેતાઓને સતત આતંકવાદીઓ નિશાન બનાવી રહ્યા છે. છેલ્લા 6 મહિના દરમ્યાન કાશ્મીર ખીણમાં આતંકવાદીઓએ 14 જેટલા ભાજપના નેતાઓની હત્યા કરી છે. જેમાંથી 2 ઘટનાઓ તો એવી છે કે આતંકવાદીઓએ ભાજપના ત્રણ ત્રણ નેતાઓની એક સાથે હત્યા કરી નાખી હતી. વસીમ બારી અને તેમના પિતાની હત્યા પછી કાશ્મીરમાં ભાજપના નેતાઓમાં દહેશત ફેલાઈ ગઈ હતી. છેલ્લા છ મહિનાઓ દરમ્યાન થયેલી હત્યાઓમાં સૌથી વધુ હત્યાઓ ઓગસ્ટ મહિનામાં થઇ છે. ઓગસ્ટમાં કાશ્મીરમાં 5 નેતાઓની હત્યા કરી દેવામાં આવી હતી. જેમાં સરપંચ પણ સામેલ હતા.

જમ્મુ કાશ્મીર

નવા આતંકી સંગઠન ટીઆરએફએ લીધી હુમલાની જવાબદારી

સુરક્ષા દળો તરફથી આ હત્યાઓમાં જવાબદાર આતંકવાદીઓને પણ ઠાર મારવામાં આવ્યા હતા. પરંતુ તેમ છતાં હત્યાઓ રોકાવાનું નામ નથી લઇ રહી. ગુરુવારે થયેલ હત્યાઓથી એક વાર ફરી કાશ્મીરમાં ભાજપના નેતાઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ તરફથી વારંવાર સુરક્ષા કડક કરી દેવાના દાવાઓ કરવામાં આવ્યા છતાં ઘટનાઓમાં કોઈ ફર્ક નથી આવ્યો.ગુરુવારે કુલગામમાં વધુ ત્રણ ભાજપના નેતાઓની હત્યાની જવાબદારી સક્રિય નવા આતંકી સંગઠન ટીઆરએફએ લીધી છે. આ સંગઠનનું કાશ્મીરમાં એટલું નામ નથી, તેમ છતાં આટલી મોટી ઘટના કેવી રીતે કરી ગયા તેને લઈને સુરક્ષા એજન્સીઓ મંથન કરી રહી છે.

6 મહિનામાં 10 ઘટના

  • 4 મે – અનંતનાગમાં અતલ ગુલ મીરની હત્યા
  • 30 જૂન – શોપિયાંમાં ગૌહર બટની હત્યા
  • 5 જુલાઈ – પુલવામામાં શબ્બીર બટની હત્યા
  • 8 જુલાઈ – વસીમ બારી, તેમના પિતા અને ભાઈની હત્યા
  • ઓગસ્ટના પહેલા સપ્તાહમાં કુલગામમાં સરપંચ આરીફ અહમદ શાહની હત્યા
  • 7 ઓગસ્ટ – કાઝીકુંડમાં સરપંચ સજ્જાદ અહમદની હત્યા
  • 10 ઓગસ્ટ – બડગામમાં હમિદ નજરની હત્યા
  • 19 ઓગસ્ટ – સરપંચનું અપહરણ કરી હત્યા, 28 ઓગસ્ટના રોજ શોપિયાં માંથી મળ્યો મૃતદેહ
  • 7 ઓક્ટોબર – ગાંદરબલમાં ભાજપના નેતાના ઘરે આતંકી હુમલો, નેતાનો બચાવ પરંતુ પીએસઓ શહીદ થયા.
  • 29 ઓક્ટોબર – કુલગામમાં ત્રણ ભાજપાઈ નેતાઓની હત્યા

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

126 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વાર કોઈ ભારતીય બનશે Bataના બોસ, બનાવ્યા Global CEO

Pravin Makwana

મમતા બેનર્જીએ ભાજપ સામે ફરી હુંકાર ભરતા આક્રમક તેવર દેખાડ્યાં, કેટલાંક બહારના ગુંડાઓ અહીં આવી રહ્યાં છે પરંતુ…

Nilesh Jethva

ધોળા દિવસે સોશિયલ મીડિયા પરથી કવિતા ચોરતા ઝડપાયા મુખ્યમંત્રી !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!