GSTV
India News Trending

જમ્મુ-કાશ્મીરમાં સતત બીજા દિવસે આતંકી હુમલો, એક જવાન શહિદ, ત્રણ ઘાયલ

તો જમ્મુ-કાશ્મીરમાં સતત બીજા દિવસે આતંકી હુમલો થયો છે. પુલવામામાં સીઆરપીએફ અને પોલીસ ટુકડી પર આતંકવાદીઓએ ગુરૂવારે બપોરે હુમલો કર્યો..જેમાં એક પોલીસ જવાન શહીદ થયો. જ્યારે કે ત્રણ પોલીસ જવાન ઘાયલ થયા. જેમાંથી એક હાલત ગંભીર છે.

આતંકવાદીઓએ અચાનક ઘાત લગાવીને હુમલો કર્યો

સુરક્ષા જવાનોની આ ટુકડી માર્ગ પર સુરક્ષામાં તૈનાત હતી. ત્યારે આતંકવાદીઓએ અચાનક ઘાત લગાવીને હુમલો કર્યો. અને ત્યાંથી નાસી ગયા. હુમલા બાદ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારની ઘેરાબંદી કરી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતુ. આ હુમલામાં પોલીસ જવાન અનૂપ સિંહે શહીદી વ્હોરી જ્યારે કે મોહમ્મદ ઇબ્રાહીમ ગંભીર રીતે ઘાયલ થયા. તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ પહેલા બુધવારે પણ શ્રીનગરમાં આતંકીઓએ સુરક્ષાદળો પર હુમલો કર્યો હતો.

READ ALSO

Related posts

કામની વાત / દેશની સૌથી મોટી SBI બેંકે સાપ્તાહિક રજામાં કર્યો ફેરફાર!, આ શાખામાં શુક્રવારે બંધ રહેશે બેંક

Hardik Hingu

જજોની નિમણૂક મુદે સુપ્રીમ કોર્ટ-કેન્દ્ર સામસામે, કાયદા મંત્રી રિજીજુએ કોલેજિયમ સિસ્ટમની ટીકા કરતાં સુપ્રીમનો વળતો પ્રહાર

Hardik Hingu

રાજકારણ / પૂર્વ સીએમ ઉદ્ધવનું કોશિયારીને બે દિવસનું અલ્ટિમેટમ, જાણો શું છે મામલો

Hardik Hingu
GSTV