GSTV
Home » News » જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળોએ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, આતંકીઓ ઠાર

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળોએ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, આતંકીઓ ઠાર

જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં આજે સવારે થયેલી એક અથડામણમાં સુરક્ષાદળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. સૂત્રોને ટાંકીને આવી રહેલા અહેવાલો મુજબ સુરક્ષાદળો દ્વારા જમ્મુ-કાશ્મીરના તિકેન ગામમાં એક મકાનમાં આતંકવાદીઓ છૂપાયા હોવાના ઈનપુટ્સના આધારે તેની ઘેરાબંધી કરવામાં આવી હતી. ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ પ્રમાણે આ મકાનમાં બેથી ત્રણ આતંકવાદીઓ છૂપાયેલા હોવાની આશંકા હતી. સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષાદળો પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

આતંકવાદીઓની સામેની વળતી કાર્યવાહીમાં બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. સાઉથ કાશ્મીરના તિકેન ગામમાં સવારે થયેલી કાર્યવાહીમાં સેનાની 55 રાષ્ટ્રીય રાઈફલ્સ, સીઆરપીએફની 180 ઓબ્લિક 183 બટાલિયન અને જમ્મુ-કાશ્મીર પોલીસના સ્પેશ્યલ ઓફિસર્સ ગ્રુપ દ્વારા તિકેન ખાતે ઈન્ટેલિજન્સ ઈનપુટ્સના આધારે મકાનની ઘેરાબંધી કરવામાં આવી હતી. એન્કાઉન્ટર બાદ ભારતીય સુરક્ષાદળો દ્વારા તિકેન ખાતે સર્ચ ઓપરેશન પણ હાથ ધરાયું છે.

Related posts

પૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમને EDએ આ કારણે મોકલ્યુ સમન

Mansi Patel

પીએમ મોદી 22થી 26 ઓગસ્ટે જશે વિદેશ પ્રવાસે, આ દેશ કરશે સૌથી મોટુ સન્માન

Mansi Patel

18 વર્ષીય યુવા સાઈકલિસ્ટ ઈસો અલબેને રચ્યો ઈતિહાસ, આ કાર્ય કરીને બન્યો પ્રથમ ભારતીય

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!