GSTV
Gujarat Government Advertisement

જમ્મુ કાશ્મીર: ભારતીય સેનાની રોડ ઓપનિંગ પાર્ટી પર આતંકવાદી હુમલો, 3 જવાન થયા ઘાયલ

Last Updated on January 27, 2021 by Pritesh Mehta

જમ્મુ કશ્મીરના કુલગામ વિસ્તારમાં ભારતીય સેનાની રોડ ઓપનિંગ પાર્ટી પર આતંકવાદી હુમલો થયો હતો. જેમાં સેનાના ત્રણ જવાનોને ઇજા થઇ હતી જેમાંથી એકની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

જમ્મુ

સૈન્ય પ્રવક્તાએ જણાવ્યા મુજબ આતંકવાદીઓએ પહેલાં તો જવાનો પર હેન્ડગ્રેન્ડ ફેંક્યો હતો. ત્યારબાદ ગોળીબાર પણ કર્યો હતો. આ હુમલામાં ત્રણ જવાનોને ઇજા થઇ હતી. હુમલા બાદ સુરક્ષા જવાનોએ હુમલાવાળા સ્થળ નજીક શ્રીનગર જમ્મુ નેશનલ હાઇવે પર ટ્રાફિક અટકાવી દીધો હતો.

સૈન્ય પ્રવક્તાએ વધુમાં જણાવ્યા મુજબ આતંકવાદીઓએ સેનાની રોડ ઓપનિંગ પાર્ટી પર હુમલો કરવા શ્રીનગર જમ્મુ નેશનલ હાઇવે પર એક સ્કૂલની દિવાલ પર આઇઇડી બોમ્બ ગોઠવી રાખ્યો હતો. જેવા સેનાના જવાનો એ સ્કૂલ પાસે પહોંચ્યા કે તરત રિમોટ કન્ટ્રોલ વડે એ આઇઇડીનો વિસ્ફોટ કરાયો હતો અને સાથોસાથ ગોળીબાર કરાયો હતો. હુમલા બાદ મચી ગયેલી અફરા તફરીનો લાભ લઇને આતંકવાદીઓ ત્યાંથી નાસી ગયા હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

રામના નામે વેપાર / વિવાદમાં રામ મંદિર ટ્રસ્ટના વધુ બે જમીન સોદા, 20 લાખની ભૂમી 2.5 કરોડ રૂપિયામાં ખરીદી!

Zainul Ansari

ઓટો ડ્રાઇવરોને મફત તેલ આપે છે પેટ્રોલ પંપ માલિક, જાણો શું છે આખો મામલો

Vishvesh Dave

સસ્પેન્સ: જમ્મુ કાશ્મીરમાં શું ફરી વાર કંઈ મોટુ થવા જઈ રહ્યુ છે ! પીએમ મોદી 14 દિગ્ગજ નેતાઓ સાથે કરશે મીટિંગ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!