GSTV

જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં સુરક્ષા દળો પર આતંકીઓએ કર્યું ફાયરિંગ, પોલીસ અધિકારી સહીત 2 જવાન શહીદ

Last Updated on August 17, 2020 by pratik shah

જમ્મુ કાશ્મીરમાં છેલ્લા કેટલાય સમયથી આતંકીઓ દ્વારા સુરક્ષા દળો પર હુમલા કરવાની ઘટના બની રહી છે. ત્યારે, તાજા માલ્ટા સમાચાર મુજબ, જમ્મુ કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ખીરી વિસ્તારમાં આતંકવાદીઓએ સર્ચ પાર્ટી પર અચાનક ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં 1 પોલીસ અધિકારી અને 2 CRPF જવાનો શહીદ થયા છે.

નાકા પાર્ટી પર હુમલો

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જમ્મુ કાશ્મીરના બારામુલ્લા  જિલ્લાના ખીરી વિસ્તારમાં આતંકવાદીઓએ CRPF અને પોલીસની સંયુક્ત નાકા પાર્ટી પર અચાનક અંધાધુન ફાયરિંગ કર્યું હતું. આતંકીઓએ કરેલા ફાયરિંગમાં CRPFના 2 જવાનો સહીત કુલ 3 જવાનો શહીદ થયા છે.

2 ઘાયલ જવાન થયા શહીદ

મળતી માહિતી મુજબ, CRPFની 119 બટાલિયનના 2 જવાનો ઘાયલ થયા હતા. જેમની બાદમાં મોત થઇ ગઈ હતી, આ ઉપરાંત જમ્મુ કાશ્મીર પોલીસના એક ઓફિસરનું પણ આ ફાયરિંગમાં મોટ થયું છે. આ આતંકી હુમલામાં કુલ 3 જવાનો શહીદ થયા છે.

આતંકીઓ ભાગવામાં સફળ

સોમવારે આતંકવાદીઓએ બારામુલ્લાના કેરી વિસ્તારમાં નાકા પાર્ટીમાં તૈનાત સીઆરપીએફના બે જવાનોને આંતકીઓએ નિશાન બનાવ્યા હતા. આ હિચકારી હુમલો કર્યા બાદ આતંકીઓ ફરાર થઈ ગયા હતા.

સમગ્ર વિસ્તારને કોર્ડન કરાયો

ઉલ્લેખનીય છે કે. ઘટનાની માહિતી મળતાં સ્થાનિક પોલીસ અને સીઆરપીએફ જવાનોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે. અહેવાલ છે કે આતંકવાદી હુમલો કર્યા પછી તે ગામમાં ક્યાંક છુપાયો છે.

MUST READ:

Related posts

Corona / કોરોના વિરૃદ્ધ ગુજરાતીઓમાં કેમ બની વધુ એન્ટિબોડીઝ? વૈજ્ઞાનિકોએ રહસ્ય પરથી ઉઠાવ્યો પડદો

Vishvesh Dave

મોટી જાહેરાત / સરકાર ટૂંક સમયમાં નવી સહકારિતા નીતિ લાવશે, 5000 અબજ ડોલરની અર્થવ્યવસ્થા પર નજર

Zainul Ansari

UNSCમાં પીએમ મોદીનું સંબોધન/ ભારતનો વિકાસ થાય છે ત્યારે દુનિયા બદલાય છે, નામ લીધા વગર પાકિસ્તાન પર કર્યો પ્રહાર

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!