સુરક્ષા જવાનોએ બારામુલ્લામાં આતંકીઓના એક મોટા હુમલાને નિષ્ફળ બનાવવામાં સફળતા મેળવી છે. ઉત્તર કાશ્મીરના સોપોર વિસ્તારમાં રફિયાબાદમાંથી મોટા પ્રમાણમાં સૈન્યને તપાસ દરમિયાન હિથયારો મળી આવ્યા હતા. આ ઉપરાંત સેટેલાઇટ ફોન અને અન્ય કોમ્યૂનિકેશનના સાધનો, વિસ્ફોટક સામગ્રી વગેરેને પણ જપ્ત કરી લેવામાં આવ્યા છે. આતંકીઓની બે એકે 47 રાઇફલ, 2000 એકે રાઉન્ડ્સ, ત્રણ આરપીજી, બે વાયરલેસ સેટ્સ, એક સેટેલાઇટ ફોન વગેરેને જપ્ત કરવામાં આવ્યા છે.

આ મામલે એક કેસ દાખલ કરવામાં આવ્યો છે. આતંકીઓ બારામુલ્લામાં પણ પુલવામા જેવા જ કોઇ મોટા હુમલાની ફિરાકમાં હતા. આતંકીઓના આ હિથયારો અને વિસ્ફોટક સામગ્રી ક્યાંની છે તેની પણ તપાસ ચાલી રહી છે. આ પહેલા 26મી નવેમ્બરના રોજ દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં સુરક્ષા જવાનોએ હિઝબુલ મુજાહિદ્દીનના બે આતંકીઓને ઠાર માર્યા હતા.

સુરક્ષા જવાનો અને આતંકીઓ વચ્ચે લાંબા સમય સુધી સામસામે ગોળીબાર ચાલ્યો હતો. મંગળવારે સવાર સુધી ચાલેલા આ ગોળીબારમાં સુરક્ષા જવાનોએ હિઝબુલ મુજાહિદ્દીનના બે આતંકીઓને ઠાર માર્યા હતા. આતંકીઓની જાણકારી હોવાની બાતમીના આધારે પોલીસ અને સૈન્યએ 26 નવેમ્બરે સાંજે પુલવામામાં નાકાબંધી કરી હતી જે દરમિયાન જ સામસામે ગોળીબાર થયો હતો. આતંકીઓને ઠાર મરાયા હતા, આ આતંકીઓ પાસેથી મોટા પ્રમાણમાં હિથયારો અને વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી.

જ્યારે જે હિથયારો અને અન્ય સામગ્ર જપ્ત કરવામાં આવી છે તેના પરથી દાવો કરવામાં આવી રહ્યો છે કે આતંકીઓ ઘણા સમયથી આ વિસ્તારમાં નાસતા ફરતા હતા અને અહીં છુપાઇને રહેતા હતા. દરમિયાન બીએસએફના ડીજી વી.કે. જોહરીએ જણાવ્યું હતું કે પાકિસ્તાનમાંથી મોટા પ્રમાણમાં આતંકીઓ ભારતમાં ઘુસણખોરી કરવાની ફિરાકમાં છે. ખાસ કરીને જમ્મુ કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યું તે બાદ સરહદે તંગદીલી વધી ગઇ છે તેમ બીએસએફના આ અિધકારીએ જણાવ્યું હતું. બીજી તરફ તેમણે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે ભારતીય સૈન્ય કોઇ પણ પ્રકારના હુમલાનો જવાબ આપવા માટે તૈયાર છે.
READ ALSO
- સરકારની સ્પષ્ટતા / ઘરના ભાડા પર સરકારની ચોખવટ, હવે માત્ર આ લોકોએ ભરવો પડશે 18% GST
- BIG BREAKING / યુરોપના મોન્ટેનેગ્રોમાં અંધાધૂંધ ગોળીબાર, અત્યાર સુધીમાં 11ના મોત
- RBIની રિકવરી એજન્ટ વિરુદ્ધ લાલ આંખ / લોન લેનાર ગ્રાહકને હેરાન કરાશે તો કડક પગલાં લેવામાં આવશે
- ‘મોંઘવારીના ઘા પર મીઠું ભભરાવવુંֹ’ જેવી સ્થિતિ, હવે મીઠું પણ થશે મોઘું
- શાંઘાઈમાં હેક થયો 4.85 કરોડ કોવિડ એપ યુઝર્સનો ડેટા, હેકરે કહ્યું- 4 હજાર ડોલરમાં ખરીદી લો