GSTV

ભારત વિરૂદ્ધ આતંકવાદી હુમલાના ષડ્યંત્રનો મોટો ખુલાસો

ભારત વિરૂદ્ધ આતંકવાદી હુમલાના ષડ્યંત્રનો મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. જૈશ એ મોહમ્દના આતંકી  આશિક બાબાએ કહ્યુ કે, લશ્કર અને હિજબુલ સાથે મળીને ભારતમાં મોટા ષ઼ડ્યંત્રને અંજામ આપવાની તૈયારી કરી રહ્યા છે.

નગરોટા સેના કેમ્પ પર થયેલા આતંકવાદી હુમલા બાદ શંકામાં  આવેલા આશિક બાબાની પૂછપરછ કરવામાં આવી રહી છે.  તેમણે દાવો કર્યો છે કે, જૈશ ખૈબર મનશેરામાં આતંકવાદી કેમ્પ ચાલીવ રહ્યું છે. આ જગ્યા લશ્કર-એ-તૈયબા અને હિજબુલ મુજાહિદીનના કેમ્પ પાસે આવેલી છે.

પાકિસ્તાન ગુપ્તચર એજન્સીની નજર હેઠળ તમામ આતંકવાદી સંગઠન આતંકીઓને ટ્રેનિંગ આપી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આશિક બાબા પાકિસ્તાનના જૈશ એ મોહમ્દના કેમ્પમાં જઈ આવ્યો છે.

તેણે મૌલાના મસૂદ અઝહરના નજીકના કમાન્ડર સાથે પણ મુલાકાત કરી છે. આશિક બાબાએ દાવો કર્યો છે કે, 2017માં પુલવામા પોલીસ લાઈન પર થયેલો આતંકવાદી હુમલો મુફ્કી વકાસ નામના આતંકીના નેતૃત્વમાં કરવામાં આવ્યો હતો. આ હુમલામાં આઠ જવાન ઘાયલ થયા હતા.

Related posts

ગર્લફ્રેન્ડ સાથે પહેલી વારની ડેટમાં રાખો આ ધ્યાન, કાયમ મારે થઈ જશે તમારી….

Karan

Google Mapsમાં જોડાશે નવું ‘કોવિડ લેયર’, જણાવશે કયાં એરિયામાં છે Coronaનાં કેટલાં મામલાઓ

Mansi Patel

પતિની હસ્તમૈથુનની ટેવ છોડાવવા પત્નીએ કર્યું કંઈક એવું કે….

Karan
Do NOT follow this link or you will be banned from the site!