GSTV
Home » News » CICA સંમેલનમાં બોલ્યા જયશંકર, એશિયા માટે આતંકવાદ સૌથી મોટો ખતરો

CICA સંમેલનમાં બોલ્યા જયશંકર, એશિયા માટે આતંકવાદ સૌથી મોટો ખતરો

વિદેશ મંત્રી એસ. જયશંકરે આતંકવાદને એશિયા માટે સૌથી ગંભીર ખતરો જણાવ્યો છે.  વિદેશ પ્રધાન એસ.જયશંકર તઝાકિસ્તાનની રાજધાની દુશાંબેમાં થઇ રહેલા પાંચમાં CICA સંમેલનમાં હાજરી આપી છે.

અહીં CICAનાં પાંચમાં સંમેલનને સંબોધિત કરતાં એસ જયશંકરે કહ્યુ છેકે, CICAના સદસ્ય દેશ આતંકવાદથી પિડિત છે. આ સંમેલનમાં વિદેશ પ્રધાને કહ્યું કે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની અમારી પહેલ પર અમને વિશ્વનું ભારે સમર્થન મળ્યું છે.

74 દેશોએ ફ્રેમવર્ક સમજૂતી પર હસ્તાક્ષર પણ કર્યા છે. જે અંતર્ગત મોટા પાયે સૌર ઉર્જાનું ઉત્પાદન કરવામાં આવશે. CICA એશિયામાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતામાં સહયોગ આપવા માટે એક એશિયાઇ મંચ છે.

પાંચમાં સીઆઇસીએ શિખર સંમેલનની આ વખતની થીમ સુરક્ષિત અને વધુ સમૃદ્ધ ક્ષેત્ર માટે સંયુક્ત દ્રષ્ટીકોણ છે. ભારત CICAનું સ્થાપના દિવસથી સભ્ય છે. 2002માં અલ્માટીમાં આ સંગઠનની પહેલી બેઠક મળી હતી.

READ ALSO

Related posts

14 મહિનામાં જ કુમારસ્વામીની વિદાય, બળવાખોર ધારાસભ્યો અંગે ભાજપ નેતાએ આપ્યું આ નિવેદન

Riyaz Parmar

ખંભીસર ગામે અનુસુચિત જાતિના વરઘોડામાં થયેલી બબાલ મામલે હાઈકોર્ટે આરોપીઓને આપ્યો ઝટકો

Nilesh Jethva

થોડા મહિનામા હેડ ટીચરના બદલીના નીયમોમાં થશે ફેરફાર, સરકારે આપ્યો આ સંકેત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!