GSTV

પાકિસ્તાનને આ બે દેશોએ બચાવ્યું, ગ્રે લિસ્ટમાંથી બહાર નીકળવાના ઈમરાનના ઉધામા ન ફળ્યા

corona

આતંકી ફંડીંગ અને મની લોન્ડ્રીંગ પર નજર રાખનારી વૈશ્વિક સંસ્થા એફટીએફે પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં રાખવાનો નિર્ણય કર્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, મલેશિયા અને તુર્કીએ પણ પાકિસ્તાનનું સમર્થન કર્યું હતું. હાલમાં જ એફટીએફે પાકિસ્તાનનું નામ લીધા વિના જ પાકિસ્તાનને ચેતવણી આપી હતી. એફટીએફે જણાવ્યું હતું કે, હાલમાં પણ દુનિયાના અમુક દેશો આતંકી સંગઠનોને ધન પુરૂ પાડે છે. ગ્રે લિસ્ટમાંથી નીકળવા માટે ઇમરાનખાને ભારે ઉધામા કર્યા હતા. જે ફળ્યા નથી.

આ અગાઉ એફટીએફે સોમવારના રોજ જણાવ્યું હતું કે, સંસ્થા દ્વારા આતંકીઓને નાણાકીય સહાય પુરી પાડવા બાબતે કડકાઈ રાખવા છતાં પણ હાલમાં આ પ્રવૃતિ થઈ રહી છે. આ બાબતે ભારતનું કહેવુ છે કે, પાકિસ્તાન લશ્કરે તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુઝાહિદ્દીન જેવા આતંકી સંગઠનોને નિયમીત રીતે ભંડોળ પુરૂ પાડે છે. જેમનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતને હેરાન કરવાનો છે.

જૂન 2018માં ગ્રે લિસ્ટમાં પાકિસ્તાનને નાખ્યું

ભારતે આ અગાઉ પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી કરવાની ભલામણ કરેલી છે. પેરિસમાં એક અઠવાડીયા સુધી ચાલેલી બેઠકમાં એ નક્કી થશે કે, પાકિસ્તાનને ગ્રે લિસ્ટ રાખવું કે બ્લેક લિસ્ટમાં નાખવું. એફટીએફનું કહેવું છે કે, સંસ્થાએ આતંકીઓને પુરૂ પાડતા ભંડોળ પર કડકાઈ ભર્યુ વલણ અપનાવ્યું છે. તેમ છતાં પણ દુનિયાભરના દેશો આતંકી સંગઠનોને નાણા પુરા પાડી રહ્યા છે.

READ ALSO

Related posts

14 એપ્રિલ પછી પણ રહેશે Lockdown? WHOના નામ પર Viral થઈ રહેલા આ મેસેજનું શું છે સત્ય?

Arohi

6 નવા કેસ સાથે ગુજરાતમાં કોરોનાનો આંક 128, કુલ 21 દર્દીઓ સાજા થતાં રજા અપાઈ

Pravin Makwana

આ રાજ્યના DGP એ જમાતિયોને આપ્યું અલ્ટિમેટમ, પાંચ વાગ્યા સુધીમાં આપો જાણકારી નહી તો…

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!