GSTV
Home » News » કેન્દ્રીય ગૃહમંત્રાલયનો જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાની ઘટનામાં ઘટાડો થયો હોવાનો દાવો

કેન્દ્રીય ગૃહમંત્રાલયનો જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાની ઘટનામાં ઘટાડો થયો હોવાનો દાવો

જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાની ઘટનામાં ઘટાડો થયો હોવાનો દાવો કેન્દ્રીય ગૃહમંત્રાલયે કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલના આંકડા પ્રમાણે જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગૂ થયા બાદ આતંકવાદી હુમલાની ઘટનામાં મોટો ઘટાડો થયો છે. જોકે, પથ્થરમારાની ઘટનામાં થોડો વધારો પણ નોંધાયો છે. ગૃહમંત્રાલયના આંકડા મુજબ  16 જૂનથી 15 જુલાઈ સુધી આતંકી હુમલાની ઘટનામાં ઘટાડો નોંધાયો છે.

આંકડા પ્રમાણે  એક મહિનામાં કુલ 47 આતંકવાદી હુમલાની ઘટના બની છે. આ પહેલા 80 જેટલા આતંકી હુમલા એક મહિનામાં કરવામાં આવ્યા હતા. રાજ્યપાલ શાસન દરમ્યાન 14 આતંકવાદીને ઠાર તો પાંચ સુરક્ષા જવાનો શહીદ થયા હતા. રમઝાન માસ દરમ્યાન 24 આતંકવાદી ઠાર અને 10 સુરક્ષા જવાનો શહીદ થયા હતા. રાજ્યપાલ શાસન દરમ્યાન પથ્થરમારાની 95 જેટલી ઘટના નોંધાઈ હતી. જ્યારે કે રાજ્યપાલ શાસન પહેલા તે 90 જેટલી હતી.

Related posts

સાસુ સાથે લીવ ઈન રિલેશનશિપમાં રહેતા જમાઈએ રાતે સાસુની કરી નાખી આવી હાલત

Bansari

બાપ રે આવી ઐયાશી, એક રાતમાં સીએમના ભાણેજે 8 કરોડ ઉડાવી દીધા

Dharika Jansari

મહારાષ્ટ્ર વિધાનસભામાં એક્ઝિટ પોલના આંકડા મુજબ ભાજપ-શિવસેનાને મળશે આટલી સીટો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!