GSTV

નથી રહ્યો ભય/ રૂપિયા તો આપવા જ પડશે નહીંતર તારી છોકરીને મારા ઘરે મૂકી જા, રામોલમાં વ્યાજખોરોનો આતંક

રામોલમાં રહેતી મહિલાના પતિએ રૃપિયા વ્યાજે લીધા હતા, જેમાં મૂડી કરતાં વધુ વ્યાજ ચૂકવી દીધા પછી પણ વ્યાજખોરો અવાર નવાર હાથ પગ તોડવાની તથા રૃપિયા ન આપી શકો તો તારી છોકરીને મારા ઘરે મૂકી જવાની ધમકી આપતા હતા.

પઠાણી ઉઘરાણી કરી વ્યાજે પૈસા લીધા

આ કેસની વિગત એવી છે કે ન્યુ મણીનગર, રામોલ  વિસ્તારમાં વૈકુઠ દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા રીનાબહેન સુજીતભાઇ વર્માએ રામોલ પોલીસ સ્ટેશનમાં મુકેશભાઇ તથા અખિલેશ ભદોરીયા અને મોગનભાઇ મુદલીયાર, મણીભાઇ મુદલીયાર તેમજ  કદીરભાઇ મુદલીયાર સામે ફરિયાદ નોંધાવી છે. મહિલાના પતિ  દૂધનો છૂટક વેપાર કરે છે તેઓએ દોઢ વર્ષ પહેલા ઉપરોક્ત ચારેય શખ્સો પાસેથી ૧૦ ટકા વ્યાજે  ટુકડે ટુકડે રૃા. ૩૧ લાખ લીધા હતા.

આરોપીઓ અવાર નવાર રૃપિયાની પઠાણી ઉઘરાણી કરી

ફરિયાદીએ મૂડી કરતાં પણ વધારે વ્યાજ ભરેલું છે છતાં આરોપીઓ અવાર નવાર રૃપિયાની પઠાણી ઉઘરાણી કરીને હાથ પગ તોડવાની તથા રૃપિયા તો આપવા જ પડશે નહીતર તારી છોકરીને મારા ઘરે મૂકી જા તેવી ધમકી આપતા હતા. આ બનાવ અંગે રામોલ પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

Post Officeની આ શાનદાર સ્કીમમાં કરો રોકાણ, 1 લાખ પર મળશે 40 હજાર વ્યાજ, પીએમ મોદી પણ લઇ રહ્યા છે લાભ

Mansi Patel

જૂનાગઢ: ભવનાથમાં કોરોનાની ગાઇડલાઇનના પાલન સાથે સાધુ – સંતોની ઉપસ્થિતિમાં ભવનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ

pratik shah

અમદાવાદ: શાંતિવન બંગલોઝમાં સિનિયર સીટીઝન હત્યા કેસમાં સીસીટીવી આવ્યા સામે, શખ્સો વાહન પર ભાગતા પડ્યા નજરે! પોલીસ તપાસ શરૂ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!