GSTV

શોપિયામાં થયેલા અથડામણમાં ભારતીય સેનાને મળી મોટી સફળતા, બે આતંકીઓને કર્યા ઠાર

Last Updated on April 17, 2020 by Alap Ramani

જમ્મુ-કાશ્મીરમાં કોરોનાના સંકટ વચ્ચે પાકિસ્તાન આતંકવાદ ફેલાવવાના પોતાના બદઈરાદા પાર પાડવામાં મશગૂલ છે, ત્યારે શુક્રવારે સુરક્ષાદળોને અહીં મોટી સફળતા હાથ લાગી છે.

બે આતંકીઓ થયા ઠાર

શોપિયાંમાં એક અથડામણમાં સુરક્ષાદળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. સુરક્ષાદળોને શોપિંયા જિલ્લામાં કેટલાક આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી. જે બાદ એસઓજી, સીઆરપીએફ અને સેનાની સંયુક્ત ટીમે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતુ.

સેના અને આતંકીઓ વચ્ચે થયુ અથડામણ

આ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા જવાનો પર ફાયરિંગ શરૂ કરી દીધુ હતુ. જેની સામે વળતી કાર્યવાહીમાં સુરક્ષા જવાનોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ પહેલા ગુરૂવારે સેનાની એન્જિનિયરિંગ રેજીમેન્ટે મેંઢર સબ ડિવીઝનના બાલાકોટ અને કેજી સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા છોડવામાં આવેલા છ મોર્ટાર શેલને નષ્ટ કર્યા હતા. જે બાદ ગ્રામીણોએ રાહતનો દમ લીધો.

READ ALSO

Related posts

ઓમીક્રોનના ડર વચ્ચે 6 રાજ્યોને અપાયું એલર્ટ, ફરી વધી શકે છે કોરોના સંક્રમણ

Zainul Ansari

સંયુક્ત કિસાન મોરચા બેઠક કમિટી માટે પાંચ સભ્યોના નામની કરાઈ પસંદગી, અનેક મુદાઓ પર કરશે સરકાર સાથે ચર્ચા

Zainul Ansari

સરહદ પર 94 હજારથી પણ વધારે સૈનિકો થયા તૈનાત, બાઈડને આપી રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ચેતવણી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!