GSTV
Home » News » ગુજરાતનાં કચ્છમાં આતંકવાદી ઘુસણખોરીનો ભય, ગુપ્તચર એજન્સીએ કરી પોલીસને એલર્ટ

ગુજરાતનાં કચ્છમાં આતંકવાદી ઘુસણખોરીનો ભય, ગુપ્તચર એજન્સીએ કરી પોલીસને એલર્ટ

સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ બ્યુરોએ આતંકી ઘૂસણખોરીના ભયથી ગુજરાત પોલીસને એલર્ટ કરી દીધી છે. ગુપ્તચર અહેવાલ મુજબ આતંકવાદીઓ ભારત-પાકિસ્તાન સરહદમાં કચ્છ દ્વારા ભારતમાં પ્રવેશ કરી શકે છે. આ સરહદી વિસ્તારોમાં મેરીટાઇમ પોલીસ અને બોર્ડર સિક્યુરિટી પોલીસને તૈનાત કરવામાં આવી છે.

પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક પરીક્ષિતા રાઠોડે કહ્યું છે કે ઘૂસણખોરીના કોઈપણ પ્રયાસને નિષ્ફળ બનાવવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.

રાઠોડે જણાવ્યું હતું કે, “કોઈ ઘુસણખોરી ન થાય તે માટે અમે જરૂરી પગલાં લીધાં છે. સરહદી વિસ્તારો પર વધુ દરિયાઇ અને સરહદ પોલીસ ટીમો તૈનાત કરવામાં આવી છે.

કોઈ શંકાસ્પદ વાહન, બોટ અથવા વ્યક્તિ જોવામાં આવે તો અમને જાણ કરવા સીમાના રહેવાસીઓ અને માછીમારોને એલર્ટ કરવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

પૂર્વ કેન્દ્રિય મંત્રી અરૂણ જેટલીનું 66 વર્ષની ઉંમરે નિધન

Arohi

શ્રીનગર એરપોર્ટ બહાર જવાની મંજૂરી નહીં છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓ રવાના

Mayur

પાકના નાપાક ઇરાદા, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલાને અંજામ આપવા ઘડ્યો આ પ્લાન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!