GSTV
Home » News » આતંકીઓના નિશાને છે IPL ખેલાડીઓ અને વાનખેડે સ્ટેડિયમ,દર્શકોમાં મચ્યો ખળભળાટ

આતંકીઓના નિશાને છે IPL ખેલાડીઓ અને વાનખેડે સ્ટેડિયમ,દર્શકોમાં મચ્યો ખળભળાટ

મુંબઇ પોલીસે શનારે સ્પષ્ટતા કરી કે વાનખેડે સ્ટેડિયમમાં ઇન્ડિયન્સ પ્રિમિયર લીગ 2019ની મેચ પર કોઇ જોખમ નથી. આઇપીએલ મેચ દરમિયાન સ્ટેડિયમમાં સંભવિત આંતકી હુમલા વિશે શુક્રવારે અફવા ફેલાવવામાં આવી હતી.

અફવાઓના કારણે દર્શકોમાં ચિંતાનો માહોલ પેદા થઇ ગયો હતો. જેણે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઇ ઇન્ડિયન્સની આઇપીએલ મેચ માટે ટિકિટ બુક કરાવી હતી. ખાસ કરીને તે મેચ માટે જે શનિવારે મુંબઇ ઇન્ડિયન્સની ટીમ રાજસ્થાન રોયલ્સ સામે યજમાની કરવા જઇ રહ્યું છે. આ મેચ સાંજે 4 વાગે રમાશે.

મુંબઇ પોલીસના પીઆરઓ, ડીસીપી મંજુનાથ શેનગેએ સ્પષ્ટતા કરી હતી કે આ ફક્ત અફવા છે. તેમણે જણાવ્યું કે કોઇ હુમલા અંગે એજન્સીઓ પાસે કોઇ ઇનપુટ નથી. પોલીસના સૂત્રોએ જણાવ્યુ કે આ મુંબઇ ઇન્ડિયન્સ અને આઇપીએલ મેચો માટે ભીડને પ્રભાવિત કરવાના હેતુથી આ એક ષડયંત્ર હોઇ શકે છે.

મુંબઇ પોલીસનું આ સ્પષ્ટીકરણ ક્રિકેટ ફેન્સ અને ખેલાડીઓ ઉપરાંત મુંબઇ ઇન્ડિયન્સ અને આઇપીએલ મેનેજમેન્ટ માટે રાહત આપી શકે છે.

મુંબઇ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું કે, વાનખેડે સ્ટેડિયનમાં આંતકી હુમલા વિશે અફવા ફેલાવવામા આવી રહી છે. વાનખેડેમાં આઇપીએલ મેચમાં હુમલાને લઇને કોઇ વિશેષ ઇનપુટ અથવા ગુપ્ત માહિતી મળી નથી. આવી અફવાઓ પર વિશ્વાસ ન કરો. મુંબઇ પોલીસ હંમેશા સતર્ક છે.

Read Also

Related posts

દેશની સૌથી મોટી ઓટો કંપનીએ ગાડીઓ પર આપ્યું જોરદાર ડિસ્કાઉન્ટ, ગ્રાહકોને થશે હજારો રૂપીયાનો ફાયદો

Ankita Trada

નિર્ભયા મામલો: સગીર હોવાના દાવાવાળી અરજી પર 20 જાન્યુઆરીએ સુનવણી કરશે સુપ્રિમ કોર્ટ

Mansi Patel

વિશ્વમાં સૌ પ્રથમ આ ટેકનોલોજીનો અમદાવાદમાં થશે ઉપયોગ, ઈમરજન્સી સેવામાં થશે લાભ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!