GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની વિદાય લગભગ નક્કી, પાટીદારને બદલે OBC નેતાને સોંપાશે પદભાર

ભાજપ

ભાજપમાં આંતરિક જૂથવાદ ચરમસિમાએ પહોંચ્યો છે જેના કારણે પ્રદેશ સંગઠનની નિમણૂંકનું કોકડું ગૂચવાયેલું છે.હવે ગુજરાત ભાજપમાં પ્રદેશ પ્રમુખની નિયુક્તિને લઇને ધમધમાટ શરૂ થયો છે. આવતીકાલે દિલ્હીથી ભાજપના બે નિરીક્ષકો અમદાવાદ આવી રહ્યાં છે. તેઓ પ્રદેશના નેતાઓ સાથે બેઠક કરીને અભિપ્રાય મેળવશે ત્યાર બાદ પ્રદેશ પ્રમુખના નામની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે.પ્રદેશ નેતાઓ સાથેની બેઠકમાં રાજ્યસભાની ચૂંટણી અંગે ય ચર્ચા કરાશે.

જિલ્લા પ્રમુખોના નામ હજુ જાહેર થયા નથી

ગુજરાત ભાજપમાં હજુય જિલ્લા પ્રમુખથી માંડીને પ્રદેશના સંગઠનનું કોકડુ ઉકેલાયુ નથી. જિલ્લા પ્રમુખપદ મેળવવા માટે ખેચતાણ જામી છે.માનિતાઓને ગોઠવવાની લ્હાયમાં હજુ સુધી જિલ્લા પ્રમુખોના નામ જાહેર થયા નથી.નવેમ્બરમાં જિલ્લા પ્રમુખ અને પ્રદેશ સંગઠનની નિમણૂંક કરી દેવા નક્કી કરાયુ હતું પણ હજુ કોઇ ઠેકાણા નથી. હવે આવતીકાલે દિલ્હીથી ભાજપના નેતા ભૂપેન્દ્ર યાદવ અને વી.સતીશ નિરિક્ષક તરીકે આવી રહ્યાં છે.

પાટીદાર નહીં પણ OBC નેતા બનશે પ્રદેશ પ્રમુખ

બપોર બાદ કમલમમાં પ્રદેશ ભાજપના નેતાઓ સાથે બેઠક યોજાનાર છે. જેમાં પ્રદેશ પ્રમુખપદ કોને સોંપવુ તે અંગે અભિપ્રાય મેળવવામાં આવશે. આ વખતે જીતુ વાઘાણીની વિદાય લગભગ નક્કી છે. સૂત્રોના મતે, આ વખતે પાટીદાર નહીં બલ્કે ઓબીસી નેતાને પ્રદેશ પ્રમુખની કમાન સોંપવામા આવે તેમ છે. આ ઉપરાંત રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણી યોજાનાર છે જેમાં ભાજપે આ વખતે એક બેઠક ગુમાવવી પડશે જેના કારણે આ ત્રણેય બેઠકો જળવાયેલી રહે તે માટે ય પ્રદેશ નેતાઓ સાથે ચર્ચા કરવામાં આવશે. ભાજપ કોઇ નવુ રાજકીય ગતકડુ શોધી લાવે તેવી વેતરણમાં છે. એકાદ બે દિવસમાં જ પ્રદેશ સંગઠનની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા જોવાઇ રહી છે.

READ ALSO

Related posts

વલભીપુર પંથકમાં આવેલી ઘેલો અને કાળુભાર નદીઓમાં ઘોડાપુર, અનેક ગામડાઓ પાણીમાં ગરકાવ

Nilesh Jethva

અરવલ્લીમાં એક પ્રેમી યુગલને તાલિબાની સજા ફટકારવામાં આવી, લાકડીઓ વડે ઢોર માર માર્યાનો વીડિયો વાયરલ

Nilesh Jethva

ભાજપ પૈસા અને સતાના જોરે ધારાસભ્યોના સૌદા કરતા હોવાનો આક્ષેપ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!